• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • માઉન્ટ આબુના નખીલેક પાસેની બજારમાં આવ્યું રીંછ, દુકાનોમાં તોડફોડ કરતા પ્રવાસીઓમાં ફફડાટ...

માઉન્ટ આબુના નખીલેક પાસેની બજારમાં આવ્યું રીંછ, દુકાનોમાં તોડફોડ કરતા પ્રવાસીઓમાં ફફડાટ...

04:37 PM August 27, 2023 admin Share on WhatsApp



Mount Abu: પ્રવાસન સ્થળ માઉન્ટ આબુના નખીલેક નજીક રાત્રે ફરી એકવાર બજારમાં રીંછ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનના માઉન્ટ આબુમાં નખીલેક પાસે મોડી રાત્રે રીંછ દેખાતા પ્રવાસીઓની સાથે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.આવામાં માઉન્ટ આબુ ફરવા ગયેલા પ્રવાસીઓના માથે પણ જીવનું જોખમ ઉભું થતું હોય છે. હવે તહેવારોની સીઝન શરુ થઈ છે ત્યારે મોટી સંખ્યામાં ગુજરાતના તથા બહારના રાજ્યના પ્રવાસીઓ માઉન્ટ આબુની મુલાકાતે આવતા હોય છે. આવામાં રીંછના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ફ્રીજ ખોલીને કંઈક ખાતું પણ જોવા મળ્યું છે.


આ પણ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં જવું છે? આ 5 નિયમો યાદ રાખો કાનુની કાર્યવાહીથી બચી જશો...

આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?

આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...


mount-abu-a-bear-was-spotted-at-a-market-in-the-tourist-destination

રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ છે. એવામાં મોડી રાત્રે નખી લેક પાસે બજારમાં  રીંછ પહોંચ્યુ અને પાસેની દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વેપારીઓની માંગ છે કે રીંછ કોઈના પર હુમલો કરે તે પહેલા રીંછને પકડવામાં આવે.સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે રીંછ ખોરાકની શોધમાં નખી લેક નજીકના બજારમાં પહોંચે છે જ્યાં લોકોને પણ વીડિયોમાં જોઇ શકાય છે.      

mount-abu-a-bear-was-spotted-at-a-market-in-the-tourist-destination

માઉન્ટ આબુ બજાર વિસ્તારમાં એક દુકાનમાં ઘૂસેલું રીંછ ખાવાનું શોધી રહ્યું હોય તેવું CCTV વીડિયો પરથી પ્રતીત થઈ રહ્યું છે. જેમાં એક આઈસ્ક્રીમના ફ્રીજને ખોલીને અંદરથી કોઈ વસ્તુ શોધતા રીંછના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રીંછ દુકાનમાં ઘૂસ્યું ત્યારે દુકાનની બહાર કૂતરા આવી પહોંચ્યા હતા અને ભસવા લાગ્યા હતા.

mount-abu-a-bear-was-spotted-at-a-market-in-the-tourist-destination

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અંબાજીમાં ગબ્બરની પહાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. બનાસકાંઠના અંબાજીમાં ગબ્બરની પહાડીઓમાં  દીપડો જોવા મળ્યો હતો. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો હોવાની જાણ થતા લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગબ્બરની પહાડીઓમાં દીપડાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પાલનપુરની ટીમ ગબ્બર ખાતે રવાના થઈ હતી. ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દીપડાની સંખ્યા 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajsthan News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

  • 13-06-2026
  • Gujju News Channel
  • એલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર, SpaceXના IPOએ કર્યો કમાલ
    • 13-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 14 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2026
    • Gujju News Channel
  • સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ
    • 12-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us