• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • બેસન અને હળદરના ફેસ પેકથી ત્વચાને આપો નિખાર, આ પેકથી ફેસ પરના વાળ પણ થશે દુર...

બેસન અને હળદરના ફેસ પેકથી ત્વચાને આપો નિખાર, આ પેકથી ફેસ પરના વાળ પણ થશે દુર...

01:19 PM June 15, 2022 admin Share on WhatsApp



રસોડામાં વપરાતુ બેસન અને હળદર તમારી ત્વચાને ખુબસુરત બનાવી શકે છે. તમારી ત્વચા પરના કાળા દાગ દુર કરવામાં તે કારગર સાબીત થાય છે. તેનો ઉપયોગ અનેક વર્ષોથી કરવામાં આવે છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેટરીના ગુણ હોય છે. જે સ્કીન માટે ખુબ ફાયદાકારક હોય છે. તેવી રીતે બેસન એટલે કે ચણાના લોટમાં રહેલા એન્ટી માઈક્રોબિયલ ત્તત્વ સ્કીનની ગંદકી સાફ કરે છે. હળદર અને બેસનનો લેપ પ્રાકૃતિક સાબુ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં બેસન અને હળદરના ફેસ પેક વિશે માહિતી આપી રહ્યા છીએ. તે પહેલા તેનાથી થતા ફાયદાઓ જોઈએ..

ઓઈલી ચહેરાને નાજૂક બનાવે છે

જો તમારો ચહેરો વારંવાર ઓઈલી થતો હોય તો આ ફેસ પેક તમને જરૂર મદદ કરશે. બેસન, હળદર અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવુ જોઈએ. એક ચમચી બેસન, એટલુ જ દહીં અને એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવવી. જેને ચહેરા પર લગાવીને 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લેવુ. અઠવાડીયામાં 2 વખત આનો ઉપયોગ કરવાથી સરસ પરિણામ મળશે...

ચહેરા પરના વાળથી મળશે છુટકારો

ઘણી મહિલાઓ ફેશિયલ હેરથી પરેશાન હોય છે. તેને દુર કરવા માટે તેઓ પાર્લરનો સહારો લેતી હોય છે. પરંતુ બેસન અને હળદર તમને આ સમસ્યા દુર કરવામાં પણ મદદરૂપ બની રહેશે. એક બાઉલમાં બે ટી સ્પુન બેસન, હાફ ટી સ્પુન હળદર, દુધ, ગુલાબ જળ અથવા પાણી મિક્સ કરો. તેમાં કોઈ ગાંઠ ન રહે તે ધ્યાન રાખવુ. આ મિક્સચરને બ્રશ અથવા હાથથી ચહેરા પર લગાવવુ. 15-20 મિનિટ રાખીને સ્ક્રબ કરવુ. ત્યાર બાદ હલકા ગરમ પાણીથી ચહેરો સાફ કરવો. અને ચહેરા પર બરફથી મસાજ કરવુ જેથી પોર્સ ખુલ્લા હોય તે બંધ થઈ શકે.

ગરદન સાફ કરવા માટે

ગરદન પરની કાળાશ દુર કરવા માટે પણ આ ફેસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેસ્ટને અઠવાડીયામાં 2-3 વખત લગાવવાથી થોડા દિવસોમાં તેનો ફરક નજર આવશે..

ટેનિંગ સ્કિનથી છુટકારો

તડકાના લીધે ચહેરા પરની રંગત ઓછી થતી જાય છે. પરંતુ બેસન અને હળદરના આ ફેસ પેકથી ગુમાવેલો સુંદર ચહેરો ફરી નિખારે છે. 1 ચમચી બેસન, ચપટી હળદર અને લીંબુ મિકસ કરી ચહેરા પરના ટેનિંગ એરિયા પર લગાવવાથી ડાઘ દુર થાય છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

  • 09-11-2025
  • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે, ગરમમાં ગરમ કપડા કાઢી રાખજો
    • 09-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-11-2025
    • Gujju News Channel
  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરુ થશે પ્રથમ પેપર, જુઓ ટાઇમટેબલ
    • 08-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-11-2025
    • Gujju News Channel
  • પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે ?
    • 07-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-11-2025
    • Gujju News Channel
  • ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે: આ ગુજરાતી ફિલ્મ જોઇ લોકો કેમ કહી રહ્યા છે… જય દ્વારકાધીશ! Gujarati Movie Laalo Review
    • 05-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-11-2025
    • Gujju News Channel
  • 9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત
    • 05-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us