• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Daily Horoscope | Aaj nu Rashifal for 23 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?

Daily Horoscope | Aaj nu Rashifal for 23 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?

10:39 PM August 22, 2023 admin Share on WhatsApp



Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   મેષ | Aries

  (જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : કરિયર ક્ષેત્રે શ્રેષ્ઠ અવસર મળશે. રાજનીતિની દિશામાં કામ કરતા લોકોના સમર્થનમાં વૃદ્ધિ થશે, જેનાથી તેઓને લાભ મળશે. જો આજના દિવસે પરિવારના કોઇ સભ્ય સાથે અણબનાવ કે ઉગ્ર બોલચાલ થાય તો તમારી વાણીમાં સૌમ્યતા જાળવી રાખજો નહીં તો ભવિષ્યમાં તમારાં સંબંધોમાં તિરાડ પડી શકે છે. નોકરિયાત વર્ગના લોકોને આજે પ્રમોશન મળી શકે છે. સાંજના સમયે તમે કોઇ માંગલિક કાર્યમાં પણ સામેલ થઇ શકો છો.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   વૃષભ | Taurus

  (જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે તમારી મુલાકાત કોઇ એવા મિત્ર સાથે થશે જેની તમે લાંબા સમયથી રાહ જોઇએ રહ્યા છો. જો સાસરીપક્ષના કોઇ વ્યક્તિએ અગાઉ તમારી પાસેથી નાણા ઉધાર લીધા હોય તો તમને તે પરત મળી શકે છે. આજે તમારું દેવું ચૂકવવાનું તમે કોશિશ કરો, જેમાં તમને સફળતા મળશે. પરંતુ આજે તમારી માતાના સ્વાસ્થ્યને લઇને થોડી સાવધાની રાખવી જરૂરી છે. ઉપરાંત બહારનું ભોજન લેવાનું આજે ટાળો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મિથુન | Gemini

  (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : તમારે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે તમારાં હાથમાં એક સાથે અનેક કામ આવી શકે છે, જેના કારણે તમે અસહજતાનો અનુભવ પણ કરી શકો છો. જીવનસાથી સાથે કેટલાંક મતભેદ થઇ શકે છે. સંતાનના વિવાહમાં આવેલી રૂકાવટ ચોક્કસથી કોઇ ઉદ્દેશ્ય સાથે પૂર્ણ થઇ શકે છે. આજે તમને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી કોઇ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે વિદ્યાર્થીવર્ગે પરિક્ષામાં આવતી અડચણોને દૂર કરવા માટે પરિવારજનોની સલાહ લેવી જોઇએ. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કર્ક | Cancer

  (જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે તમારાં જીવનમાં કેટલાંક એવા બદલાવ આવશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ નહીં હોય, વળી આ બદલાવ ફાયદાકારક હશે. જો તમે કોઇની પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો તમને સરળતાથી મળી શકે છે. પ્રેમસંબંધમાં જો અત્યાર સુધી પરિવારજનોનો સાથ નથી મળી રહ્યો કે પ્રિયજનને હજુ સુધી પરિવાર સાથે નથી મળાવી શકતા તો આજનો દિવસ ચૂકવા જેવો નથી. જો તમે વેપારમાં ભાગદારી કરી છે તો પણ આજે તમને અવશ્ય લાભ મળશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  સિંહ | Leo

   (જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે તમને સંબંધીઓ તરફથી કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારાં મિત્રો પણ તમને દુશ્મન જેવા લાગશે, પરંતુ આ સ્થિતિમાં પણ તમારે સાવધાન રહેવું જોઇએ. જો તમારાં બિઝનેસ માટે તમે કોઇ આઇડિયા વિચારી રહ્યા છો તો તત્કાળ તેને અમલમાં મુકો, નહીં તો તમારાં બિઝનેસના ગ્રોથ અટકી શકે છે. નોકરિયાતવર્કને આજે કોઇ સારી ઓફ મળી શકે છે. સાંજના સમયે તમે કોઇ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   કન્યા | Virgo

   (જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)

   બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે તમને એવી કોઇ યોજના બનાવી શકો છો જેનાથી તમારાં પરાક્રમ અને પુરૂષાર્થમાં વધારો થશે. આજે તમને પરિવાર તેમજ મિત્રોનો પુરતો સહયોગ પણ મળી રહેશે. તમે આજે જો કોઇ સંબંધીની મદદ માટે આગળ આવશો તો ભવિષ્યમાં તેનો ફાયદો તમને ચોક્કસથી મળશે. જો પરિવારમાં કોઇની સાથે અણબનાવ કે સમસ્યા છે તો તેમાં વધારો થવાની શક્યતા છે. તમારે તેઓની મદદ પણ કરી પડે તેવા સંજોગો છે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  તુલા | Libra

  (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે તમારાં અટકાયેલા કામ બનતા જોવા મળશે, પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે. રાજનીતિમાં પ્રતિદ્વંદ્વી તમારાંથી આગળ નિકળવાના પ્રયાસ કરશે, તમે ધીમી ચાલે સફળતાની તરફ વધી રહ્યા છો. આજે નવા કામમાં સમય લાગી શકે છે. જો પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો થોડો સમય રોકાઇ જાવ. જો લાંબા સમયથી કોઇ કાયદાકીય મામલો ચાલી રહ્યો હોય તો તેમાં જીતની સંભાવના વર્તાઇ રહી છે. સાંજના સમયે તમને જીવનસાથી સાથે કોઇ સ્થળે ફરવા જઇ શકો છો.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  વૃશ્ચિક | Scorpio

  (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે કોઇ સંપત્તિમાં રોકાણ માટે ઉત્તમ દિવસ છે, આજના દિવસે તમારું મન પ્રસન્ન રહેશે અને ધન સંબંધિત ગતિવિધિઓમાં પણ વ્યસ્ત રહેવાના યોગ બની રહ્યા છે. તમે વેપાર, વ્યવસાય સંબંધિત અલગ અલગ પ્રકારના અનુભવોને પ્રાપ્ત કરશો. વેપાર સંબંધિત અલગ અલગ ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યોને જો તમે ટાળી દેશો તો નુકસાન થશે. સાંજના સમયે માતા પિતાને દેવ દર્શન માટે ચોક્કસથી લઇ જાવ. વિદ્યાર્થીવર્ગ માટે કોઇ પ્રતિસ્પર્ધામાં અરજી કરી છે તો આજે તમને સફળતા ચોક્કસથી મળશે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  ધન | Sagittarius

  (જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે વ્યાયસાયિક યોજનાઓથી તમને લાભ મળશે અને કામકાજમાં ગતિ આવશે. આજે તમારું માનસન્માન પણ વધશે અને સામાજીક કાર્યોમાં પણ તમારી બોલબાલા તેમજ પ્રસિદ્ધિમાં વધારો થશે. આજે પરિવારના સભ્યના ભવિષ્ય સંબંધિત નિર્ણયને ખૂબ જ સમજી-વિચારીને લો, નહીં તો તેનાથી નુકસાન થઇ શકે છે. આજે અચાનક ધન વૃદ્ધિના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મકર | Capricorn

  (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે ઘરવખરીના સામાનની ખરીદી કરી શકો છો. તમારી કાર્ય કુશળતાના કારણે શત્રુ પર વિજય મેળવવામાં તમે સફળ રહેશો. દાંમ્પત્યજીવનમાં સંવાદિતા જળવાઇ રહેશે. આજે સમાજમાં તમારું માન-સન્માન વધશે અને સંતાન સામાજીક કાર્યોમાં ભાગ લેશે જે જોઇને તમારું મન પ્રસન્ન રહેશે. જો જીવનસાથી સાથે તકરાર થઇ હતી તો આજે તે સમાપ્ત થઇ જશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે અમુક મતભેદ થઇ શકે છે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કુંભ | Aquarius

  (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે ખર્ચ વધવાના કારણે તમે પરેશાન રહી શકો છો. કેટલાંક એવા ખર્ચ પણ તમારી સામે આવશે જેમાં કમને પણ તમારે તે કામ કરવું પડશે, જેના કારણે થોડી ચિંતા રહેશે. તમારી આવકને ધ્યાનમાં રાખવા માટે તમારે આ બિનજરૂરી ખર્ચ કરવો પડશે. કેટલાંક જાતકોને આજના દિવસે અટકાયેલું ધન પણ પરત મળી શકે છે, જેથી મન પ્રસન્ન રહેશે. લાંબા સમયથી કોઇ બીમારી પરેશાન કરી રહી હોય તો આજે કષ્ટમાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી કોઇ સારા સમાચાર મળશે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મીન | Pisces

  (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

  બુધવાર, 23 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજનો દિવસ શક્ય હોય ત્યાં સુધી શાંતિથી પસાર કરો. વેપારવૃદ્ધિ માટે જે અગાઉ પ્રયાસો કર્યા હતા તેમાં સફળતા મળી જશે, પરંતુ થોડો ખર્ચ થવાની પણ સંભાવનાઓ છે. આજે પૈસાના મામલે દિવસ તંગ રહેશે. ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિને લઇને પણ ચિંતા થઇ શકે છે. સંતાનના સારાં કાર્યોથી તમારી પ્રસિદ્ધિ વધશે. આજે તમે શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશે. 


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us