• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • AAPનું ‘મફત વીજળી આપો’ આંદોલન, વીજળી મુદ્દે મહાજનસંપર્ક કરવાનું આયોજન...

AAPનું ‘મફત વીજળી આપો’ આંદોલન, વીજળી મુદ્દે મહાજનસંપર્ક કરવાનું આયોજન...

01:23 PM June 14, 2022 Admin Share on WhatsApp



આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને ધ્યાને રાખી રાજકારણમાં આગળ વધતું જણાય છે. આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ગુજરાત સરકારનો ઘેરાવ કર્યા બાદ મફત વીજળી [Free Electricity]ના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જે અંતર્ગત 15 જૂનના રોજથી આમ આદમી પાર્ટી વીજળી મુદ્દે આંદોલન અને જનસંપર્કની શરૂઆત કરશે.

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ અમદાવાદ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે આગામી સમયમાં વીજળી અને શિક્ષણ [Education]ના મુદ્દા ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલીયા [Gopal Italiya]એ જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં માત્ર દિલ્હી એક છે જે જનતાને મફતમાં વીજળી આપે છે અ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહી છે. જો પંજાબ અને દિલ્હીને મફત વીજળી મળી શકે તો ગુજરાતની જનતાને કેમ નહીં. માટે આગામી સમયમાં આ માંગણી સાથે આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કારણ કેસ, ગુજરાતમાં લોકોને વીજળીના ભાવના નામે લૂંટવામાં આવી રહ્યાં છે?  આ લૂંટમાંથી પ્રજાને બચાવવા અમે આવનારા સમયમાં વીજળીના મુદ્દે આગળ વધવાના છીએ.”

વધુમાં તેમણે આગામી 15 જૂનના રોજથી આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વીજળી માટેનું આંદોલન કરવા તેમજ જિલ્લા વાઈઝ પત્રકાર પરિષદ યોજી મફત વીજળીની માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ઈટાલીયાએ કહ્યું કે, “આમ આદમી પાર્ટી હવે જનતાને લૂંટવા માટે ભાજપના લોકોએ વીજ કંપનીઓ સાથે મળીને બનાવેલા પ્લાનને રોકવાનું કામ કરશે.” સાથે જ તેમણે જણાવ્યું હતું કે વીજળી મુદ્દે રાજ્યભરમાં લોક સંપર્ક પણ કરવામાં આવશે. જે અંતર્ગત તારીખ 16 જૂનથી તારીખ 24 જૂન સુધી લોકસંપર્કનો દૌર નક્કી કરવામાં આવ્યો છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us