• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ઘરની આ દિશામાં લગાવો હનુમાનદાદાની તસવીર, વાસ્તુ દોષો દૂર થઈને મળશે લાભ...

ઘરની આ દિશામાં લગાવો હનુમાનદાદાની તસવીર, વાસ્તુ દોષો દૂર થઈને મળશે લાભ...

12:48 PM June 14, 2022 Admin Share on WhatsApp



હનુમાનદાદાના અનેક સ્વરૂપો છે. ઘરની અલગ-અલગ દિશામાં હનુમાનદાદાના અલગ-અલગ રૂપના ચિત્રો લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ત્યારે આવો જાણીએ ઘરની કઈ દિશામાં હનુમાનદાદાના કયા સ્વરૂપનું ચિત્ર લગાવવું જોઈએ.

હનુમાનદાદાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસ કેળવાય છે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનનો વાર ગણાય છે. આ દિવસે લોકો મંદિરોમાં જાય છે અને ભગવાન હનુમાનની પૂજા કરે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે કરવામાં આવતી પ્રાર્થના હનુમાનદાદાને પ્રસન્ન કરે છે. અને હનુમાનદાદા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનદાદાના અનેક સ્વરૂપો છે અને ઘરની અલગ-અલગ દિશામાં તેમના સ્વરૂપના અલગ-અલગ ચિત્રો લગાવવાથી ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકાય છે.

પંચમુખી હનુમાન
ઘરના પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનની તસવીર લગાવી જોઈએ.. એવું માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનની તસવીર પ્રવેશ દ્વાર પર રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આર્થિક સમસ્યા સહિત જીવનની તમામ સમસ્યાઓનુ થાય છે નિવારણ...

હનુમાનદાદાની તસવીર દક્ષિણ દિશામાં લગાવો
ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનદાદાનો પ્રભાવ દક્ષિણમાં સૌથી વધુ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ભગવાન રામના ચરણોમાં બેસેલા હનુમાનદાદાની તસવીર
હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત હતા. તે હંમેશા ભગવાન રામના ચરણોમાં બેસીને સેવા કરતા હતા. એવું માનવામાં આવે છે કે જો આ તસવીર ઘરના લિવિંગ રૂમમાં લગાવવામાં આવે તો પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમભાવ બની રહે છે.

સંજીવની પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર 
લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાન સંજીવની પર્વત ઉપાડીને લાવ્યા હતા. આ દ્રશ્ય શોર્ય અને આત્મવિશ્વાસથી ભરપુર છે.. જે ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ હોય તેવા ઘરોમાં સંજીવની પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર લગાવવાની સલાહ આપવામાં આવે છે.

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની રીત
મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનદાદાને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. ફૂલ, પ્રસાદ અને દીવા પ્રગટાવો. હનુમાન ચાલીસા વાંચો. હનુમાનજીની આરતી કરો. પૂજા કરતી વખતે સફેદ કે કાળા કપડા ન પહેરવા. અને આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો...

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું - ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

  • 31-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 31-03-2026
    • Gujju News Channel
  • Rupee Record Low : રૂપિયામાં ઐતિહાસિક કડાકો, 1 ડોલરનો ભાવ ₹ 95 બોલાયો, જાણો કારણ અને અસર
    • 30-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-03-2026
    • Gujju News Channel
  • યુદ્ધના પડઘા અને નબળો રૂપિયો, ડોલર સામે 94.85ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું ભારતીય ચલણ
    • 28-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ
    • 27-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us