• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • સંસદમાં રાહુલ ગાંધીએ ફલાઇંગ કિસ કરતા વિવાદ: સ્મૃતિ ઇરાનીએ કહ્યું; રાહુલે અભદ્રતાના દર્શન કરાવ્યા માફી માંગે…

સંસદમાં રાહુલ ગાંધીએ ફલાઇંગ કિસ કરતા વિવાદ: સ્મૃતિ ઇરાનીએ કહ્યું; રાહુલે અભદ્રતાના દર્શન કરાવ્યા માફી માંગે…

05:09 PM August 09, 2023 admin Share on WhatsApp



કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની એક મુશ્કેલીનો અંત થયો ત્યાં અન્ય મુસીબતમાં ફરી ફસાતા વિવાદ થયો છે. આજે તેમણે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બીજેપી મહિલા સાંસદો(Female Minister Of Parlament)ને ફ્લાઈંગ કિસ(Flying Kiss) કરી હતી. રાહુલની પ્રતિક્રિયા પર ઘણી મહિલા સાંસદો તરફથી લોકસભાના અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smruti Irani)એ તેને અભદ્રતા ગણાવી છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે કોંગ્રેસ નેતા સાંસદ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યારે પોતાનું ભાષણ પૂરું કરીને લોકસભામાંથી બહાર નીકળા ત્યારે રાહુલ ગાંધીએ મહિલા સાંસદો તરફ ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો હતો. ગૃહમાં રાહુલ ગાંધી વિશે ફરિયાદ કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, મને એક વાંધો છે. જેને મારી સામે બોલવાની તક આપવામાં આવી હતી, તેણે જતા પહેલા અભદ્રતા કરી હતી. તે માત્ર એક મહિલા દ્વેષી વ્યકિત છે જે મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપે છે. જે સંસદમાં મહિલા સભ્યો હોય ત્યાં આવું અભદ્ર વર્તન દેશની સંસદમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.

આપને જણાવીએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સાંસદ તરીકે પુનઃસ્થાપિત થયા બાદ પહેલીવાર સંસદમાં પોતાનું ભાષણ આપ્યું હતું. ભાષણ પૂરું કરીને રાહુલ જ્યારે બહાર ફરી રહ્યા હતા ત્યારે આવી ઘટના બની હતી, જેના પર મહિલા સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. તે સમયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું ભાષણ ચાલી રહ્યું હતું. જોકે, રાહુલની પ્રતિક્રિયાની તે ક્ષણ કેમેરામાં કેદ થઈ નથી. આ ક્ષણના સાક્ષી રહેલા લોકોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના ભાષણ પછી લોકસભા પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની કેટલીક ફાઇલો પડી હતી. તેઓ તેમને લેવા માટે નીચે ઝૂક્યા કે તરત જ ભાજપના કેટલાક સાંસદો તેમના પર હસવા લાગ્યા. આના પર રાહુલ ગાંધીએ ભાજપના સાંસદોને ફ્લાઈંગ કિસ આપી અને હસતા હસતા બહાર નીકળી ગયા.


આ પણ વાંચો : વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને પ્રથમ કસોટીમાં મળી કરારી હાર, દિલ્‍હી બિલ પર ૧૩૧-૧૦૨થી હાર્યુ વિપક્ષ...

આ પણ વાંચો : Congress vs BJP : સંસદમાં રાહુલ ગાંધી પરત ફરતા ભાજપે કર્યો કટાક્ષ: કહ્યું, “મનોરંજન પાછું આવ્યું છે.”

આ પણ વાંચો : કેદારનાથ યાત્રામાં ફરી પહાડ તુટ્યો, 20થી વધુ લોકો થયા લાપત્તા...


રાહુલની ફ્લાઈંગ કિસને લઈને વિવાદ શરૂ થયો હતો. સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, સંસદમાં મહિલા સાંસદોને માત્ર મહિલા વિરોધી વ્યકિત જ ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ બતાવે છે કે તે મહિલાઓ વિશે શું વિચારે છે. આ અભદ્ર છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજેએ પણ ફ્લાઈંગ કિસને લઈને કોંગ્રેસના સાંસદ પર નિશાન સાધ્યું હતું. તેણે રાહુલના વર્તનને અયોગ્ય ગણાવ્યું અને લોકસભાના અધ્યક્ષને ફરિયાદ કરી. ફરિયાદ પત્ર પર ઘણી મહિલા સાંસદોએ સહી કરી છે. આ પત્રમાં તેણે કડક કાર્યવાહીની માંગ કરી છે. સહી કરનાર તમામ મહિલા ભાજપ સાંસદો સ્પીકરના રૂમમાં પહોંચી ગઈ હતી.


gujjunewschannel.in Follow Us On google News Gujju News Channel

 

Follow Us On Facebook Gujju News channel  

 

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - નેશનલ ન્યુઝ રાજકારણ સમાચાર

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us