• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • કાશ્મીરમાં શહિદ થયેલા જવાનનાં પત્નીનું નિવેદન, "મારા બાળકને પણ લશ્કરમાં જ મોકલીશ..."

કાશ્મીરમાં શહિદ થયેલા જવાનનાં પત્નીનું નિવેદન, "મારા બાળકને પણ લશ્કરમાં જ મોકલીશ..."

07:18 PM August 08, 2023 admin Share on WhatsApp



કાશ્મીરમાં ઈન્ડિયન આર્મીમાં ડ્યુટી કરનાર અને અમદાવાદમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા સાથે મૂળીનાં નુરીકર ગામનાં વર્ષાબાનાં લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા. સુખી દામ્પત્ય જીવનનાં બે વર્ષ બાદ વર્ષાબા ગર્ભવતી થયાં. પરંતુ સંતાનને આવકારવા માટે જોવાતી રાહ અને તેનો હરખ અણધાર્યા આઘાત અને શોકમાં ફેરવાઈ ગયો જ્યારે પરિવારને મહિપાલસિંહના અવસાનના સમાચાર મળ્યા. ત્યારે તેની ધર્મપત્ની સહિત ઘરના સભ્યો અને આખુંય શહેર હિબકે ચડ્યું હતું. રાષ્ટ્રીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી નશ્વરદેહને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવ્યો હતો. આ બાદ મીડિયા અંગત સોર્સ સાથે શહિદ થયેલા મહિપાલસિંહ વાળાના પત્નીએ ખુબ જ પ્રયત્નો બાદ વાત કરી હતી. 

વર્ષાબાએ કહ્યું કે, ‘મારા પતિ વર્ષમાં ત્રણવાર રજા મળે ત્યારે આવતા હતા. એ રજામાં અહીં આવે એટલે હું સ્વર્ગમાં વિહરતી હોઉં એવાં દિવસો લાગતા. અમે બંને સાથે ફરવા જતાં અને એ લશ્કરની વાતો કરતા.’ એમને જયારે જાણ થઈ કે હું બાળકને જન્મ આપવાની છું ત્યારે તેમના આનંદનો પાર નહોતો. એ રોજ મને સમય મળે ત્યારે વીડિયો કૉલ પણ કરતા. તેઓ બાળક અને મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા અને સતત ડૉક્ટરનાં સંપર્કમાં પણ રહેતા હતા. જયારે એમનું પૉસ્ટિંગ ઇન્ટરનેટ ન હોય એવી જગ્યાએ થયું હોય ત્યારે જ એમનો વીડિયો કૉલ આવતો ન હતો. એ કુલગામ ગયા ત્યારે એમનો વીડિયો કૉલ આવ્યો હતો કે એ કોઈ મોટા ઑપરેશનમાં જઈ રહ્યા છે પણ લશ્કરનાં નિયમ મુજબ એમણે મને કહ્યું નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.’


આ પણ વાંચો : અંબાલાલ પટેલની વરસાદની આગાહી : ચોથા રાઉન્ડમાં વરસાદ બોલાવશે બઘડાટી, ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ...


વર્ષાબાએ વધુમાં આગળ જણાવ્યું કે, 'ડૉક્ટરે એવું કહ્યું હતું કે, આવનારા બે-પાંચ દિવસમાં બાળકનો જન્મ થશે. મને પણ પ્રસવ પીડાની શરૂઆત હતી એટલે હું દવાખાનામાં દાખલ થવાની હતી. ત્યારે મેં એમને કહ્યું પણ હતું કે ઈશ્વરની કૃપાથી ફતેહ કરીને આવજો. તેમનો સામે જવાબ આવ્યો કે ફતેહ તો હું કરીશ, પરંતુ આપણે દીકરો હોય કે દીકરી તેને ભારતીય સેનામાં જ દાખલ કરવાના છે. આટલી વાત કરતાં વર્ષાબાનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે ફરીથી હૉસ્પિટલ જવાનો ઇન્કાર કર્યો. વર્ષાબા પતિની યાદ અને ફોટા જોઈ લાગણીસભર થઈ જાય છે. પરંતુ તરત જ તેમણે અવાજમાં એક અજબ રણકાર સાથે કહ્યું, 'મારા બાળકને પણ હું લશ્કરમાં જ મોકલીશ.’

લશ્કરમાં જોડાયેલા જવાનની પત્ની હોવું સાચે જ આસાન નથી હોતું. તેમના વિરહમાં કેટલાય દિવસો સુધી રહેવું અને કોઈપણ ક્ષણે ન માની શકાય તેવા સમાચાર આવી જાય અને તમામ સપના રોળાય જાય. પરંતુ એક આર્મીમેનના ઘરમાં જે નિડરતા અને શુરવિરતાની પરંપરા જે ઘડાય છે તે ક્યારેય અન્ય પરિવારમાં ઘડી શકાતી નથી. આ દાખલો તેનો સાક્ષારકાર જરૂર કરે છે. 

 gujjunewschannel.in  Follow Us On google News Gujju News Channel Follow Us On Facebook Gujju News channel   

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us