• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • આ 5 ક્રિકેટર્સ જેમણે પોતાની પિતરાઈ બહેન સાથે જ કરી લીધા લગ્ન, નંબર 3 છે ભારતીય બેટ્સમેન…

આ 5 ક્રિકેટર્સ જેમણે પોતાની પિતરાઈ બહેન સાથે જ કરી લીધા લગ્ન, નંબર 3 છે ભારતીય બેટ્સમેન…

12:39 PM June 14, 2022 Admin Share on WhatsApp



Cricketers Married Cousin Sisters - પ્રશંસકો ખેલાડીઓના અંગત જીવનમાં ખૂબ રસ રાખે છે. તેઓ તેમના પ્રેમ સંબંધ અને લગ્ન વિશે જાણવા માટે આતુર હોય છે, અમે તમને પોતાની પિતરાઇ બહેન સાથે લગ્ન કરનાર કેટલાક ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ

ક્રિકેટરો (Cricketers)ની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. સોશિયલ મીડિયાના જમાનામાં ચાહકો માટે પોતાના ગમતા ક્રિકેટરને ટ્રેક કરવાનું આસાન બની ગયું છે. ખાસ કરીને ચાહકો (Cricket fans) ખેલાડીઓના અંગત જીવનમાં ખૂબ રસ રાખે છે. તેઓ તેમના પ્રેમ સંબંધ અને લગ્ન વિશે જાણવા માટે આતુર હોય છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team)નો કેપ્ટન બાબર આઝમ તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાનો હોવાની વાત સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ છે. બંને પરિવારોએ આ દંપતીના લગ્ન માટે સંમતિ આપી છે. બાબર આઝમે પોતાની પિતરાઈ બહેન સાથે સગાઈ કરી લીધી છે અને હવે લગ્ન થવા જઈ રહ્યા છે. અગાઉ પણ કેટલાક ક્રિકેટર તેની પિતરાઇ બહેન સાથે લગ્ન (Cricketers Married Cousin Sisters)કરી ચૂક્યા છે. આજે અમે તમને પોતાની બહેન સાથે લગ્ન કરનાર કેટલાક ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદીએ પોતાના મામાની દીકરી સાથે લગ્ન કર્યા છે. શાહિદ આફ્રિદીએ 20 વર્ષની ઉંમરે પોતાના મામાની દીકરી નાદિયા સાથે લગ્ન કરી લીધા હતા. શાહિદ અને નાદિયાને અક્સા, અંશા, અજવા, અસ્મારા અને અરવા નામની 5 દીકરીઓ છે.

મુસ્તફિઝુર રહેમાન : બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને તેની પિતરાઈ બહેન સામિયા પરવીન શિમુ સાથે 2019માં લગ્ન કર્યા હતા. મુસ્તફિઝુર રહેમાનની પત્ની તે સમયે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી હતી.

વિરેન્દ્ર સહેવાગઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતે 2004માં લગ્ન કર્યા હતા. આરતી સેહવાગની દૂરની કઝિન છે. આરતીની મોટી બહેને એક વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારી ફોઇના લગ્ન સેહવાગના પરિવારમાં તેના પિતરાઇ ભાઈ સાથે થયા હતા. આ લગ્ન બાદ સેહવાગ અને અમારા ફોઈ વચ્ચે દિયર-ભાભીનો સંબંધ સ્થપાયો હતો.

સઈદ અનવર : પાકિસ્તાનના લેજન્ડરી ખેલાડી સઈદ અનવરના લગ્ન તેની પિતરાઈ બહેન લુબના સાથે થયા હતા. સઈદ અનવરની પત્ની લુબના વ્યવસાયે ડોક્ટર છે. સઈદ અનવર પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ હતો પરંતુ 2001માં દીકરીના અકાળે થયેલા મોતથી તે ખરાબ રીતે ભાંગી પડ્યો હતો.

મોસદ્દેક હુસેન : બાંગ્લાદેશના ક્રિકેટર મોસદ્દેક હુસેને તેની પિતરાઈ બહેન શરમીન સમીરા સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. મોસદ્દેક હુસેને શરૂઆતના દિવસોમાં જ ખૂબ ખ્યાતિ મેળવી હતી. જોકે મોસદ્દેક હુસેનના લગ્ન બાદ મુશ્કેલીઓ વધી હતી. તેના પર દહેજ માટે પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ચાંદી અચાનક રૂ.85,000 સસ્તી થઇ ગઇ? સોનાની કિંમત પણ ધડામ - Gold Silver Price Down

  • 30-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-01-2026
    • Gujju News Channel
  • ગાંધી નિર્વાણ દિવસ : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી
    • 30-01-2026
    • Gujju News Channel
  • બાબૂરાવ વિના નહીં બને હેરા ફેરી 3? પરેશ રાવલે કર્યો મોટો ખુલાસો, કહી આ વાત
    • 29-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જાન્યુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-01-2026
    • Gujju News Channel
  • પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us