• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Jioએ લોન્‍ચ કર્યું સૌથી સસ્તું લેપટોપ, રૂ.૧૬,૪૯૯માં ૧૧ ઇંચની ડિસ્‍પ્‍લે સાથે અનેક શાનદાર ફીચર્સ...

Jioએ લોન્‍ચ કર્યું સૌથી સસ્તું લેપટોપ, રૂ.૧૬,૪૯૯માં ૧૧ ઇંચની ડિસ્‍પ્‍લે સાથે અનેક શાનદાર ફીચર્સ...

03:26 PM August 06, 2023 admin Share on WhatsApp



જીયોએ ભારતીય બજારમાં સૌથી ઓછા ભાવનું નવું લેપટોપ લોન્‍ચ કર્યું છે, જેનું નામ JioBook (૨૦૨૩) છે. તે એક બજેટ લેપટોપ(Laptop) છે અને તે ઘણી શક્‍તિશાળી સુવિધાઓ સાથે આવે છે. તેમાં ૧૧ ઇંચની સ્‍ક્રીન છે. કંપનીનો દાવો છે કે આ લેપટોપ ૮ કલાકની બેટરી લાઈફમાં આવે છે. સાથે જ તેમાં 100GB ક્‍લાઉડ સ્‍ટોરેજ પણ મળશે. JioBook એક સસ્‍તું લેપટોપ છે અને તેની કિંમત ૧૬૪૯૯ રૂપિયા છે. તેનું પ્રથમ વેચાણ 5 ઓગસ્‍ટથી શરૂ થઈ ગયું છે. રિલાયન્‍સ જિયો ડિજિટલના ઓનલાઈન અને ઓફલાઈન સ્‍ટોર્સ પરથી ખરીદી શકશે. તે Amazon.in પર પણ ઉપલબ્‍ધ થશે. જો કે હજુ સુધી કોઈ ઓફરની માહિતી સામે આવી નથી.


આ પણ વાંચો : કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવા છે ? આ પાંચ સરળ રસ્તાથી આત્મનિર્ભર બનો...


Jios નો ઉપયોગ JioBookમાં ઓપરેટિંગ સિસ્‍ટમ તરીકે કરવામાં આવ્‍યો છે, જેને થ્‍શં દ્વારા જ તૈયાર કરવામાં આવ્‍યો છે. JioOS માં ચેટબોટ પણ ઉપલબ્‍ધ હશે. વિદ્યાર્થીઓ Jio TV એપ દ્વારા શૈક્ષણિક કન્‍ટેન્‍ટ એક્‍સેસ કરી શકશે. આ લેપટોપમાં 4G-LTE અને ડ્‍યુઅલ બેન્‍ડ વાઈફાઈનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેની અંદર ૭૫ થી વધુ કીબોર્ડ શોર્ટકટ્‍સ સામેલ કરવામાં આવ્‍યા છે, જે યુઝર્સની ઉત્‍પાદકતા વધારવાનું કામ કરશે.

jio launch jiobook laptop price 16499 11 inch display and much more

આ લેપટોપમાં JioBIAN મળશે, જે રેડી કોડિંગ એન્‍વાયર્નમેન્‍ટની સુવિધા આપે છે. આ વપરાશકર્તાઓને C/C++, Java, Python અને Pear જેવી વિવિધ ભાષાઓ પર કોડિંગ શીખવામાં મદદ કરે છે. JioBook (૨૦૨૩)ની ડિઝાઇન વિશે વાત કરીએ તો JioBookમાં સ્‍ટાઇલિશ ડિઝાઇન જોવા મળે છે. તે મેટ ફિનિશ, સ્‍લિમ બોડીમાં બનાવવામાં આવે છે. આ લેપટોપનું વજન ૯૯૦ ગ્રામ છે.


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...


JioBook (૨૦૨૩)માં ૨.૦ GHz ઓક્‍ટા કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેમાં 4GB LPDDR4 રેમ અને ૬૪GB ઇન્‍ટરનલ સ્‍ટોરેજ મળશે. તમે તેમાં ૨૫૬ જીબીનું માઇક્રોએસડી કાર્ડ મૂકી શકો છો. સાથે જ તેમાં ઈન્‍ફિનિટી કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેમાં USB/HDMI પોર્ટ પણ ઉપલબ્‍ધ હશે. આ ભારતીય બજારમાં હાજર અન્‍ય લેપટોપ બ્રાન્‍ડ્‍સ માટે મોટી સમસ્‍યા ઊભી કરી શકે છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us