• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • બનાસકાંઠા: 750 વર્ષોથી એકપણ મકાન ધાબાવાળું નથી, ધાબાવાળુ મકાન બનાવતા તોડી પાડવામાં આવે છે,જાણો આ ગામની પરંપરા...

બનાસકાંઠા: 750 વર્ષોથી એકપણ મકાન ધાબાવાળું નથી, ધાબાવાળુ મકાન બનાવતા તોડી પાડવામાં આવે છે,જાણો આ ગામની પરંપરા...

11:22 AM June 14, 2022 admin Share on WhatsApp



ભારત દેશનો ઈતિહાસ અદ્દભુત છે, ભવ્ય વારસાની ઝાંખી કરાવતી ઇમારતો, રિવાજો તથા પરંપરાઓ હજૂ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં આવી જ એક પરંપરા છે, જે 750 વર્ષથી ચાલી આવે છે. આ રિવાજ હેઠળ આ ગામના લોકોમાં કોઇના મકાનમાં ધાબાનું પાકું ચણતર નથી, તેના બદલે ઠેર-ઠેર નળિયાવાળા જ મકાનો જોવા મળે છે. કોઇ મકાનની છત પર પાકું સિમેન્ટવાળુ ધાબુ નથી.

પેપળુ ગામમાં 750 વર્ષ જૂનું પૌરાણિક સમયનું નકળંગ દેવનું મંદિર આવેલું છે. આ ગામમાં એક હજારથી પણ વધુ મકાનો નળિયાવાળા છે અને એકમાત્ર નકળંગ દેવનું મંદિર જ આ ગામમાં ધાબાવાળું હોવાના કારણે વર્ષો બાદ આ ગામમાં કોઈપણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવી શકતો નથી. જે કોઇ પણ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવે છે તે મકાન થોડા સમય બાદ તે વ્યક્તિને જાતે જ તોડવું પડે છે. આ ગામમાં વર્ષોથી રહેતા લોકો આજે પણ આ ગામમાં કોઈ વ્યક્તિને ધાબાવાળું મકાન બનાવવા દેતા નથી.

વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામનો રાજા થઇ ગયો. તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના રાજ્ય પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરીછુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લીધે પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈબીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા. આ બખ્તર આજે પણ હયાત છે, અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે.

પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હડીલા ગાય છે. ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે.. લગભગ 100થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

પેપળુ ગામમાં એક હજારથી પણ વધુ ગ્રામીણ સંસ્કૃતિને વરેલા આ મકાનો આવેલા છે. પેપળુ ગામ એ 4 હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે. આજે જ્યારે દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે આ ગામમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે. તેમજ આ ગામના લોકો આવનારી પેઢી પાસે પણ આ પરંપરા જાળવવાનો આગ્રહ સેવી રહ્યા છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us