• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • શા માટે લગ્નોત્તર સંબંધો વધ્યાં ? આ 5 કારણોથી કપલ્સ બાંધે છે અવૈધ સંબંધ..

શા માટે લગ્નોત્તર સંબંધો વધ્યાં ? આ 5 કારણોથી કપલ્સ બાંધે છે અવૈધ સંબંધ..

10:03 AM June 14, 2022 admin Share on WhatsApp



ફિલ્મી દુનિયાથી લઈને હવે સામાન્ય માણસ સુધી સંબંધોની મર્યાદા થોડા ઘણા અંશે ભુલાતી જાય છે. ઘણીવાર લોકો વર્ષો જુના સંબંધ નિભાવવાને બદલે લાઈફમાં ત્રીજા માણસની જરૂરિયાત મહેસુસ કરે છે. સંબંધોને ટકાવી રાખવા માટે પ્રેમ અને વિશ્વાસની જરૂર હોય છે. પરંતુ આજકાલ કેમ લોકો લગ્ન પછી પણ અફેર કે ત્રીજા માણસની જરૂર સતાવવા લાગે છે. આજે અહીં એવા પાંચ કારણો વિશે વાત કરીએ....

1. પાર્ટનરથી કંટાળો આવે ત્યારે..

પોતાના પાર્ટનર તરફથી મળતાં પ્રેમ કે સમયના અભાવે ઘણીવાર સંબંધમાં કંટાળો આવી જાય છે. જેના લીધે અન્ય કોઈ વ્યક્તિ તેમને અટેન્શન આપવા લાગે તો તે વ્યક્તિ તરફ આકર્ષાય છે. જેના લીધે લગ્નેત્તર સંબંધોની શરૂઆત થાય છે. અને સંબંધોમા મર્યાદા ભંગ થાય છે માટે પાર્ટનરને પુરતો સમય આપી સંબંધને તરોતાજા રાખવો જોઈએ.

2. ભૂતકાળ પણ જવાબદાર

કોઈ વ્યક્તિ બીજા કોઈ તરફ ત્યારે આકર્ષાય જ્યારે તેના લગ્ન અનિચ્છાએ થયા હોય. આવામાં સ્ત્રી કે પુરુષ પોતાના પહેલા પ્રેમને નથી ભૂલી શકતા અને પોતાના ભૂતકાળ તરફ ખેંચાણ અનુભવવા લાગે છે. અને ફરી અન્ય સાથે સંબંધ બાંધવા પ્રેરાતા હોય છે. માટે બને ત્યા સુધી અનિચ્છાએ લગ્ન કરવા ન જોઈએ,

3.અનાદરનો બદલો

કેટલાક કિસ્સામાં સ્ત્રીઓ પતિ તરફથી મળતાં અનાદરનો બદલો લેવા અફેર કરતી હોય છે. તે પોતાના પતિને એવું બતાવવા માગે છે કે હંમેશા કોઈને સ્ટ્રેસમાં રાખવાનું કેવું લાગે છે. પતિ તરફથી જ્યારે માત્ર મેણાટોણાં સાંભળવા મળે ત્યારે અન્ય હુફના સંબંધો તરફ આકર્ષણ વધે છે.

4. ભાવનાત્મક એકલતા

કોઈપણ સંબંધની મજબુતાઈ એના ભાવનાત્મક પાસાં પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને સમય નથી આપતો કે પછી પત્ની એની સાથે સરખી રીતે વાત ના કરતી હોય તો એનો અર્થ છે કે સંબંધમાં કોઈ ભાવનાત્મક ઉણપ સર્જાઈ છે. અને બીજા વ્યક્તિ પાસે ભાવનાત્મક એકલતા દુર કરવા પાર્ટનર જતુ રહે છે.

5. શારિરીક અને માનસિક જરૂરિયાત

ઘણીવાર પાર્ટનર બીજા લોકો સાથે અફેયર એટલા માટે કરે છે કે કારણ કે તેમના પાર્ટનર તેમની માનસિક, ભાવનાત્મક કે શારિરીક ભૂખને સંતોષતા નથી. પાર્ટનરની જરૂરિયાત પુરી નહીં થાય તો તે બહારથી તેને પુર્ણ કરવા માટે હંમેંશા મહેનત કરતો રહે છે.  માટે પાર્ટનરને તેની જરૂરીયાત સંતોષાય તેવી ગોઠવણ કરવી જોઈએ.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us