• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Traveling Therapy: ઘરના તણાવભર્યા વાતાવરણમાંથી બહાર આવવા કરો ટ્રીપ પ્લાન, ટ્રાવેલિંગથી સંબંધોમાં આવશે નિકટતા...

Traveling Therapy: ઘરના તણાવભર્યા વાતાવરણમાંથી બહાર આવવા કરો ટ્રીપ પ્લાન, ટ્રાવેલિંગથી સંબંધોમાં આવશે નિકટતા...

11:14 AM August 02, 2023 admin Share on WhatsApp



જીવનની રોજીંદી હાડમારીથી થોડો આરામ મેળવવા આપણે ટ્રીપ કે વેકેશન ટ્રાવેલિંગ પ્લાન (Trip - Vacation Traveling Plan) કરતા હોઈએ છીએ. જે માત્ર આપણને માનસિક-શારીરિક ફ્રેશનેશ આપે છે. સાથે જ તમારા રિલેશનશિપ (Relationship)માં પણ જીવંતતા લાવવા મદદરૂપ બને છે. સંબંધોમાં નિકટતા આવે છે. પોતાના જાત અને રિલેશન બંને એકસ્પલોર થાય છે. માટે જો તમે ક્યાંક જવાનો પ્લાન હોય તો તમારા પાર્ટનર (Partner) સાથે નિકળી પડો ફરવા માટે. તેનાથી તમારા સંબંધો મજબૂત થશે અને તમારા બંને વચ્ચેનું અંતર ઘટશે. આ બાબત એક સર્વેમાં સામે આવી છે. યુએસ ટ્રાવેલ એસોસિએશનના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટ્રાવેલિંગ સંબંધોને ઉત્તેજન આપી શકે છે. તેનાથી સંબંધોમાં નવી ઉષ્મા આવે છે. અને સંબંધોમાં જીવંતતા જોવા મળે છે.

1. સંબંધો ખુશહાલ બને છે

જો તમને લાગતું હોય કે તમારા જીવનસાથી કે પ્રિય વ્યક્તિ સાથે તમારી નિકટતા ઘટી રહી છે અથવા સંબંધ પહેલા જેવો નથી રહ્યો તો તમારી મનપસંદ જગ્યા જ્યાં હોય ત્યાં તેમની સાથે ફરવા જાવ. તેનાથી સંબંધ સ્વસ્થ અને સુખી થશે. સંશોધન જણાવે છે કે જે યુગલો સાથે મુસાફરી કરે છે તેઓ તેમના સંબંધોમાં વધુ સંતોષ અનુભવે છે.


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...

આ પણ વાંચો : ધોરણ 12 પછી વિદેશ ભણવા જવું છે? જાણો કેટલો થશે ખર્ચ અને તેની પ્રક્રિયાને લગતી માહિતી...

આ પણ વાંચો : Health Tips: તમારા ભોજનમાં આ વસ્તુ સામેલ કરશો તો ઉંમર કરતા દેખાશો 10 વર્ષ નાના...


Traveling can make your relationship better

2. લાંબા ગાળા સુધી અસર રહે છે

કપલ્સ વિશે વાત કરીએ તો, તેઓએ જીવનની હલચલ વચ્ચે પણ સાથે રહેવા માટે સમય કાઢવો જોઈએ કારણ કે ટ્રાવેલિંગ તેમને ભાવનાત્મક રીતે નજીક લાવે છે. સંબંધો સુધારવા માટે મુસાફરીએ એક શ્રેષ્ઠ માર્ગ છે. સંશોધન દર્શાવે છે કે જ્યારે યુગલો સાથે ટ્રાવેલિંગ કરે છે, ત્યારે તેઓના સંબંધોમાં કોમ્યુનિકેશન સહિતના ઘણા ઘટકોમાં લાંબા ગાળા સુધીનો વધારો આવે છે.

3. સંબંધને ફરીથી જાગૃત કરો

ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે સાથે હેંગ આઉટ કરવા માટે કેટલીક સરસ જગ્યાઓ પર જઈએ, સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીએ, તો તેની ખૂબ જ સકારાત્મક અસર થાય છે. જ્યારે કપલ્સ આખો દિવસ સાથે રહી નથી શકતા ત્યારે તેમના માટે મુસાફરી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સંબંધને ગાઢ અને રસપ્રદ રાખે છે.

4. ટ્રાવેલ થેરાપી(Travel Therapy)

ટ્રાવેલ થેરાપી વિશે વાત કરીએ તો, તે તાજેતરના વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. તે માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. જો તમે કોઈપણ કારણોસર તણાવમાં હોવ તો આ તમને બહાર નીકળવામાં મદદ કરશે. આના પર એવી જગ્યા પર જાઓ, જ્યાં પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે. મારા પર વિશ્વાસ કરો, આ તમને તણાવમાંથી રાહત આપશે. આ તમારા સંબંધોને પણ અસર કરશે.

5. તમારી જાતને જાણો

ટ્રાવેલિંગ સંબંધોમાં નવી ઉર્જા પણ લાવે છે કારણ કે તે તમને તમારી જાતને સમજવામાં મદદ કરે છે. મુસાફરી માટે જીવનમાં વિરામ લેવાથી તમને તમારી શક્તિઓ અને નબળાઈઓ સમજવામાં મદદ મળે છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-05-2026
  • Gujju News Channel
  • IPL Final 2026 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસકર્મીઓ તૈનાત
    • 30-05-2026
    • Gujju News Channel
  • "અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"
    • 30-05-2026
    • Gujju News Channel
  • એલોવેરા જેલનો આ ૧ જાદુઈ નુસખો અને ડાર્ક સર્કલ્સને કહો હંમેશા માટે અલવિદા!
    • 30-05-2026
    • Gujju News Channel
  • ક્યાંક વાવાઝોડાનું એલર્ટ, ક્યાંક વરસાદની રમઝટ: દિલ્હીથી કેરળ સુધી બદલાયું હવામાન!
    • 30-05-2026
    • Gujju News Channel
  • વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ
    • 29-05-2026
    • Admin
  • ઈરાનની ચેતવણી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને હવે નહીં મળે મફત સેવા
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 29-05-2026
    • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us