• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Daily Horoscope | Aaj nu Rashifal for 1 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?

Daily Horoscope | Aaj nu Rashifal for 1 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?

10:02 PM July 31, 2023 admin Share on WhatsApp



Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...


  મેષ | Aries

  (જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે આપ સાંસારિક બાબતોને એક બાજુ રાખીને આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમ જ મનન- ચિંતન આપના મનને હળવું કરશે. આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા માટે સમય ઘણો સારો છે. આપે આપની વાણી પર સંયમ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું કશું જ નહી બગાડી શકે. નવા કામનો આરંભ કરવા સમય ઉચિત નથી.


  વૃષભ | Taurus

  (જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આપ પરિવારજનો સાથે તેમજ દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરી શકશો. નિકટના સ્વજનો તેમજ મિત્રો સાથે આપ સ્વાદિષ્ટ ભોજન માણશો. નાના પ્રવાસની યોજના બની શકે. આપનું આરોગ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદેશમાં કે દૂર રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળતા આનંદ અનુભવશો. ભાગીદારીથી ફાયદો થાય તેમ જ આપની પ્રતિષ્ઠામાં વધારો થાય.


  મિથુન | Gemini

  (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે, અને સફળતા તેમ જ પ્રતિષ્ઠા મળશે. ઘરમાં સુખશાંતિ અને આનંદ આપને માનસિક રીતે પ્રફુલ્લિત રાખશે. તંદુરસ્તી સારી રહેશે. નાણાંકીય લાભ થશે. ઓફિસમાં સંઘર્ષ કે મનદુઃખના પ્રસંગો બની શકે તેથી સાવચેત રહેવું જરૂરી છે.


  કર્ક | Cancer

  (જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.


  સિંહ | Leo

   (જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)

   મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે આપને થોડો શારીરિક માનસિક ઉચાટ અનુભવાશે તેમ જ કુટુંબીજનો સાથે પણ વર્તન અને વાણીમાં સૌમ્ય રહેવાનું પડશે. માતા પ્રત્યે વધુ લાગણીશીલ બનશો. આજનો દિવસ જમીન, વાહન કે મકાનની ખરીદી તેમ જ તેના દસ્તાવેજ માટે યોગ્ય નથી. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરશો તો ઘણી સમસ્યાથી બચી શકશો. પાણીથી સાચવવું પડે. નોકરીમાં સ્ત્રીઓ સાથે કોઈપણ કામકાજ વખતે સાવચેત રહેવું.


  કન્યા | Virgo

   (જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)

   મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.


  તુલા | Libra

  (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે આપનું મન હકારાત્મક વિચારોમાં પરોવાય તેનો તમારે મહત્તમ પ્રયાસ કરવો પડશે. ક્રોધ છોડીને વાણી અને વર્તનમાં બીજાને સહકાર અને આદર આપવાની ભાવના કેળવશો તો તમારા સંબંધો ખીલી ઉઠશે. જો સહકારની ભાવના નહીં હોય તો પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ જશે. ખોટો ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો. તબિયતની કાળજી લેવાની સલાહ છે. ખોટા કામથી પોતાની જાતને દૂર રાખજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવાની સલાહ છે.


  વૃશ્ચિક | Scorpio

  (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. આપનું શરીર અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારજનો સાથે સુખની પળો માણી શકશો. મિત્રો અને સ્નેહીજનો પાસેથી ભેટ સોગાદ મેળવી શકશો. પ્રિયજનને મળીને આનંદ માણી શકશો. શુભ પ્રસંગમાં હાજરી આપવાનું થાય. આર્થિક ફાયદો કે પ્રવાસ થવાની પણ શક્યતા છે. લગ્નજીવનમાં પણ આનંદ મેળવી શકશો.


  ધન | Sagittarius

  (જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે ગુસ્‍સાને અંકુશમાં રાખવો પડશે અને આપના પરિવારજનો તેમ જ અન્‍ય લોકો સાથેના સંબંધો સાચવવા પડશે. આપના બેફામ વાણી અને વર્તન ઝઘડાનું મૂળ બની શકે છે માટે વાણીમાં સ્પષ્ટતા અને નરમાશ રાખવી અથવા મૌન રહેવું. આકસ્મિક ઈજાથી બચીને રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.


  મકર | Capricorn

  (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજનો આપનો દિવસ દરેક રીતે લાભદાયી છે. આપ મિત્રો અને સ્નેહીઓને મળીને આનંદ અનુભવશો. પ્રિયજનને મળીને રોમાંચ અનુભવશો. થોડા પ્રયત્ને લગ્નોત્સુક જાતકોના લગ્ન થઇ શકે છે. નોકરી તેમ જ ધંધામાં આવક વધશે. લગ્નજીવન માણી શકશો. નવી વસ્તુની ખરીદી થઇ શકશે.


  કુંભ | Aquarius

  (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : દરેક કામ આપ સરળ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વેપાર કે નોકરીમાં પણ પ્રગતિ સાધી શકશો. સરકારી કામકાજ કોઇ વિઘ્ન વગર સંપન્ન થશે. ઉપરી અધિકારીઓ તરફથી મદદ મળી રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. મન હળવું થશે. આર્થિક રીતે પ્રગતિ થઇ શકે. આપનું લગ્નજીવન સુખરૂપ રહેશે તેમ જ લોકોમાં આપના પ્રતિ આદરભાવ વધશે.


  મીન | Pisces

  (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

  મંગળવાર, 1 ઓગસ્ટ 2023

આજનું રાશિફળ : આજે આપ આંશિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. શરીરમાં સ્ફુર્તિનો અભાવ વર્તાય તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લેજો. તેનાથી પુનરુર્જિત થશો અને આપ્તજનો સાથે સમય વિતાવીને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા લાવી શકશો. કોઇ કામમાં વિલંબ થાય તો પણ પ્રયાસો છોડવા નહીં. નસીબના ભરોસે વધુ પડતું બેસી રહેવાનું આપને મોંઘું પડશે. આજે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તમારું વર્તન સૌમ્ય રહેવું જોઈએ. સંતાનો સંબંધિત કામકાજોમાં સમય આપવો પડશે.


(Home Page- gujju news channel) 

આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces,  Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us