• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે પ્રતિ લીટર રૂ.10નો ઘટાડો ! એક વર્ષમાં ક્રૂડ ઓઈલ 35% થયું સસ્તું…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે પ્રતિ લીટર રૂ.10નો ઘટાડો ! એક વર્ષમાં ક્રૂડ ઓઈલ 35% થયું સસ્તું…

03:31 PM July 29, 2023 admin Share on WhatsApp



પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 10નો ઘટાડો થઈ શકે છે. તેનું પાછળ કારણ છે કે, છેલ્લા એક વર્ષમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 15 ટકાનો ઘટાડો થયો છે. 10 જુલાઈએ ક્રૂડ ઓઈલ 35 ટકા સસ્તું થઈ ગયું હતું, પરંતુ આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel price)માં ઘટાડો કર્યો હતો.

પેટ્રોલિયમ કંપનીનો નફો ત્રણ ગણો થયો

હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. દરમિયાન, પેટ્રોલિયમનો છૂટક વેપાર કરતી ત્રણ સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)નો નફો લગભગ ત્રણ ગણો વધી ગયો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ કંપનીઓ હાલમાં પ્રતિ લિટર 10 રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે.

today petrol diesel price may down 10 rupees 2023

પેટ્રોલિયમ કંપનીઓને કુલ 1 લાખ કરોડનો નફો

ક્રિસિલે કહ્યું - IOCL, HPCL, BPCL આ વર્ષે 1 લાખ કરોડનો નફો કરશે. ગયા વર્ષે આ ત્રણ મહિનામાં 1,992 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. IOCL, BPCL અને HPCLનો નફો 2023-24માં રૂ.1 લાખ કરોડને વટાવી જશે. 2017 અને 2022 ની વચ્ચે આ કંપનીઓએ વાર્ષિક સરેરાશ 60 હજાર કરોડનો નફો કર્યો હતો. તેમનો કુલ નફો 2022-23 સુધીમાં રૂ. 33,000 કરોડથી ત્રણ ગણો થવાની ધારણા છે.

રૂ.10 પેટ્રોલ-ડિઝલમાં ઘટાડી શકે

કંપનીઓ પાસે પેટ્રોલિયમના ભાવમાં રૂ. 10નો ઘટાડો કરવાનો અવકાશ છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ.10 જેટલી કમાણી કરી રહી છે. આ દૃષ્ટિકોણથી, તેમની પાસે તેમની કિંમતો ઘટાડવા માટે પૂરતો અવકાશ છે. આમ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે. સાથે જ આમ નાગરીકોના ખિસ્સા પર પડતો બોજ ઘટશે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે થાય છે નક્કી ?

How To Decide Petrol Diesel Price In India: જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન, 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી. 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ તેલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ નક્કી કરે છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - પેટ્રોલ ડિઝલના ભાવ petrol Diesel price today



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

  • 14-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us