• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PUBG Gameની જીવલેણ આદ્દત : બાળકે બ્લેડથી કાપી નસ અને આંગળી...

PUBG Gameની જીવલેણ આદ્દત : બાળકે બ્લેડથી કાપી નસ અને આંગળી...

02:43 PM July 29, 2023 admin Share on WhatsApp



PUBG Game જેટલી લોકપ્રિય છે, એટલી જ વધુ તેની આડઅસરો છે. આ ગેમ બાળકોના શારીરિક-માનસિક વિકાસ પર ખુબ જ ખરાબ અસર કરી રહી છે. PUBG ગેમ રમતી વખતે એક બાળકે પોતાના હાથની નસ અને હાથની ત્રણ આંગળીઓ કાપી નાખી. આ ઘટના છે ઉત્તર પ્રદેશના બરેલીની.. જ્યાં બાળકની લોહીલુહાણ હાલત જોઈને પરિજનો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

► PUBG Gameમાં હોશ ગુમાવ્યો

ઉત્તરપ્રદેશના બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. બાળક પાંચમા ધોરણનો વિદ્યાર્થી છે. તેનું નામ અર્જુન છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, અર્જુનને PUBG ગેમનો એટલો શોખ હતો કે જ્યારે કોઈ સંબંધી તેના ઘરે આવતો ત્યારે તે સૌથી પહેલા તેનો મોબાઈલ લઈને તેના રૂમમાં જતો. તેને PUBG ગેમ રમવાનો એટલો બધો શોખ હતો કે તે હોશ ગુમાવી બેઠો હતો.

pubg game download news up boy cut his finger


► આ પણ વાંચો : મણિપુર કાંડના પડઘા સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા, વાયરલ વીડિયો બાદ અત્યાર સુધી શું થયું?

► આ પણ વાંચો : આ રીતે સહારામાં ફસાયેલા પૈસા વ્યાજ સહિત પરત મળશે, સરકારે ઓનલાઈન પોર્ટલ કર્યું જાહેર...


► બાળક હોસ્પિટલમાં દાખલ

પરિજનો જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે ત્યાંના ડોકટરોએ જોયું કે બાળકનું લોહી ઘણું વહી ગયું છે, તેથી તેઓએ તેને બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું. હવે બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ મામલે સંબંધીઓએ પોલીસમાં કોઈ ફરિયાદ કરી નથી. સાથે જ તબીબોનું કહેવું છે કે બાળકીની હાલત ખતરાની બહાર છે. તેના ઘા પર મલમ લગાવવામાં આવ્યો છે. તેમની તબિયત સુધર્યા બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવશે.

► PUBG રમનારની માનસિક વિકૃત્તા

PUBG Gameને લઈને હદ્દ કરતા વધારે શોખ પાગલપનમાં પરિણમે છે. અને દેશમાં આ પ્રથમ ઘટના નથી. ગયા વર્ષે, PUBG વિડિયો ગેમના વ્યસનથી 16 વર્ષના છોકરાએ લખનૌમાં તેની માતાની ગોળી મારી હત્યા કરી હતી. બાળકે માતાની હત્યા કરી કારણ કે તેણે બાળકને PUBG ગેમ રમવાથી રોકી હતી. રાજસ્થાનના નાગૌરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કિશોરે PUBGની લતના કારણે તેના પિતરાઈ ભાઈની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. PUBG Game બાળકોને જ નહીં પરંતુ પુખ્ત વયના લોકોની જીંદગી પણ જોખમમાં મુકી રહી છે. તેની લત્તને કારણે અનેક સંબંધોમાં તિરાડો પડી છે. PUBG Game રમાડતી કંપની ખુબ પૈસા કમાઈ છે. પરંતુ તેના યુઝર્સ આજે પણ અનેક શારિરીક અને માનસિક રોગનો ભોગ બની રહ્યા છે. નિષ્ણાંતોના મતે દૈનિક ઓનલાઈન ગેમ્સ રમતા વ્યક્તિઓની માનસિકતા ક્રૂર અને લાગણીવીહીન અને એકલોઅટલો બની જાય છે. માટે ઓનલાઈન ગેમ્સનો બને એટલો ઓછો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PUBG GAME News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us