• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • આલિયાને આટલા વર્ષોથી હતો રણબીર પર ક્રશ, જાણો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આખી લવ સ્ટોરી..

આલિયાને આટલા વર્ષોથી હતો રણબીર પર ક્રશ, જાણો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આખી લવ સ્ટોરી..

10:57 AM June 13, 2022 admin Share on WhatsApp



અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના લગ્ન હમણા જ થયા અને બંને વચ્ચે ખુબ પ્રેમ જોવા મળી રહ્યો છે, એવામાં તેમની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, આલિયા ભટ્ટે તેની પ્રથમ ફિલ્મની રિલીઝ પહેલા જ રણબીર કપૂર પ્રત્યેના તેના પ્રેમને લગભગ જાહેર કરી દીધો હતો. વર્ષ 2012માં જ્યારે આલિયાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' આવી હતી. ત્યારથી જ આલિયાને રણબીર પર ક્રશ હતો..

આલિયા નીતુ કપૂરની ફેવરિટ છે

આલિયા ભટ્ટ હવે કપૂર પરિવાર સાથે જોડાઈ છે. આ પહેલા તે કપૂર પરિવાર સાથે ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આલિયાએ તેની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં અભિનેતા ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. તે પછી આલિયાએ ઋષિ કપૂર સાથે ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'માં પણ કામ કર્યું હતું. ઋષિ કપૂર ઘણી વખત આલિયા ભટ્ટની એક્ટિંગના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેણે ઘણી વખત કહ્યું છે કે આલિયા આજના યુવા કલાકારોમાં સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. ઋષિ કપૂરની જેમ રણબીરની માતા અને અભિનેત્રી નીતુ કપૂર સાથે પણ આલિયાના સંબંધો ખૂબ જ ખાસ રહ્યા છે. આલિયાના વખાણ કરતાં નીતુ કપૂર કહે છે, ‘હું આલિયાને ખૂબ પ્રેમ કરું છું. આલિયા એક અદ્ભુત વ્યક્તિ છે. અને ખૂબ જ સુંદર છે.

કોફી વિથ કરણમાં આલિયાએ શું કહ્યું?

જ્યારે તે પહેલીવાર પોતાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ના પ્રમોશન માટે ‘કોફી વિથ કરણ’ શોમાં ગઈ હતી ત્યારે તેણે રણબીર કપૂર તરફ પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. શોમાં, દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહરે તેણીને પૂછ્યું, "તમારા લગ્ન સ્વયંવરમાં તમે કયા ત્રણ કલાકારોને જોવા માંગો છો.?” જેના પર આલિયાએ સૌથી પહેલા રણબીર કૂપરનું નામ લીધું. તેના પછી સલમાન ખાન અને આદિત્ય રોય કપૂર આવ્યા હતા.

ત્યારબાદ કરણ જોહરે વધુ બે સવાલ પૂછ્યા જેના જવાબમાં આલિયાએ રણબીર કપૂરનું નામ પણ લીધું હતુ. આ એવા પ્રશ્નો હતા કે આલિયા 'સ્ટીમી સીન' એટલે કે ઉત્તેજિક સીન' કોની સાથે કરવા માંગે છે અને તે કોની સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે તેણે જે કહ્યું હતું તે હવે વાસ્તવિકતા બની ગઈ છે.

આલિયા અને રણબીરની પહેલી મુલાકાત

બહુ ઓછા લોકો જાણે છે કે આલિયા ભટ્ટની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીના સેટ પર શરૂ થઈ હતી. આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે રણબીર કપૂરને પહેલીવાર વર્ષ 2005માં જોયો હતો અને 'ત્યારબાદ તેને પહેલીવાર જોતાની સાથે જ રણબીર પર ક્રશ થઈ ગયો હતો.' તેણે કહ્યું હતું કે, 'જ્યારે હું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લેક' માટે ઓડિશન આપી રહી હતી ત્યારે રણબીર ત્યાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. અહીં જ તેને જોઈને મારું હૃદય રણબિર માટે ધડકવા માંડ્યં હતું.

ક્યારે જાહેર થયું ?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે બંનેએ ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સાઈન કરી. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનનો એક ભાગ છે, પરંતુ ધીમે-ધીમે એવી ગપસપ પણ શરૂ થઈ ગઈ કે બ્રહ્માસ્ત્રના શૂટિંગના સમયથી જ તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. અફેરના સમાચારને વધુ હવા ત્યારે મળી જ્યારે આલિયા અને રણબીર સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં પહેલીવાર એકબીજાનો હાથ પકડીને પહોંચ્યા. ત્યારપછી બંને ઘણા એવોર્ડ ફંક્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા.

આલિયા કપૂર પરિવાર સાથે જોવા મળી હતી

રણબીર કપૂર બોલિવૂડના એવા હીરોમાંથી એક છે જેનું નામ દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ અને સોનમ કપૂર જેવી ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે. પરંતુ, એવું પહેલીવાર બન્યું કે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ અને પરિવારજનો એકસાથે ફેમિલી ફંક્શનમાં આવ્યા હોય. આલિયા ભટ્ટ તેના પિતા મહેશ ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે લંચ અને ડિનર સિવાય કપૂર પરિવારના અનેક ફેમિલી ફંક્શનમાં જોવા મળી હતી.

આટલું જ નહીં શશિ કપૂર અને ઋષિ કપૂરના નિધન બાદ પણ આલિયા ભટ્ટ કપૂર પરિવારના દુઃખમાં સામેલ થઈ હતી.

રણબીર અને આલિયા ઘણી ટીવી જાહેરાતોમાં પણ સાથે જોવા મળ્યા છે. હવે લગ્ન બાદ બંને 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. કોરોનાના કારણે આ ફિલ્મને બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બતાવવામાં આવશે અને તેનો પહેલો ભાગ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

  • 25-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'
    • 22-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us