• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • “ભારતમાં રોડ અકસ્માતમાં કોરોના કરતા પણ વધુ લોકોના થાય છે મોત”, નીતિન ગડકરીએ જાહેર કર્યા આંકડા...

“ભારતમાં રોડ અકસ્માતમાં કોરોના કરતા પણ વધુ લોકોના થાય છે મોત”, નીતિન ગડકરીએ જાહેર કર્યા આંકડા...

09:00 PM July 27, 2023 admin Share on WhatsApp



દેશ સહિત રાજ્યમાં રોજના અનેક માર્ગ અકસ્માતના સમાચાર સતત આવતા રહે છે. જેમાં અસંખ્ય લોકો પોતાનો કમોતે જીવ ગુમાવે છે. અકાળે મૃત્યું પામતા આવા લોકોનો આંકડો કોવીડમાં થયેલા મોત કરતા પણ ભયાનક છે. તાજેતરમાં તથ્ય પટેલે માર્ગ અકસ્માતમાં 9 લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાના સમાચાર ધ્યાને આવે છે. એવામાં તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં દર કલાકે માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત નિપજે છે. કેન્‍દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ રોડ અકસ્‍માતને લઇને કહ્યું, ‘સૌથી મહત્‍વપૂર્ણ આ છે કે આપણા દેશમાં દર વર્ષે ૫ લાખ લોકોના અકસ્‍માત થાય છે જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે. જે કોઈપણ આપત્તિ અથવા કોવિડ જેવી ભયાવહ સ્થિતિ કરતા પણ વધારે મોત રોડ અકસ્‍માતમાં થાય છે.

► દેશમાં દર કલાકે અકસ્માતમાં 18 લોકોના મોત

નિતિન ગડકરીએ કહ્યું, ‘રોજ ૧,૧૩૦ અકસ્‍માત અને ૪૨૨ લોકોના મોત એટલે કે દેશમાં દર કલાકે ૧૮ લોકોના મોત થાય છે.' રાજય અને કેન્‍દ્રશાસિત પ્રદેશો તરફથી મળેલા ડેટા અનુસાર વર્ષ ૨૦૨૧માં દેશમાં કુલ ૧.૫ લાખથી વધુ લોકોના મોત થયા છે. રોડ અકસ્‍માતની ઘટનામાં મહારાષ્ટ્ર છઠ્ઠા નંબર પર છે જયારે મૃત્‍યુના આંકડામાં મહારાષ્ટ્ર નંબર ત્રણ પર આવે છે.

Nitin gadkari on accident death count more than covid

► કોવિડથી પણ વધારે મોત?

કેન્‍દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્‍યું કે કોવિડ કરતા પણ વધારે મોત રોડ અકસ્‍માતમાં થાય છે, તેમણે કહ્યું કે આ ગંભીર વિષય છે અને સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી રહી છે.

► સરકારે શું પગલા ભર્યા?

તે ઉપરાંત રોડ સેફ્ટી ઓડિટર્સ માટે અનેક સર્ટિફિકેશન કોર્સ ચલાવવામાં આવી રહ્યાં છે. ફ્રન્ટ સીટમાં બેસેલા વ્યક્તિ માટે એરબેગને અનિવાર્ય કરી દીધી છે. તે ઉપરાંત સીટ બેલ્ટ રિમાઇન્ડર, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, ઓવર સ્પીડ વોર્નિંગ સિસ્ટમ જેવા અનેક ફેરફારો અનિવાર્ય કરવા ગયા છે. પરંતુ ગાડી તો લોકોના હાથમાં છે માટે તેનો કંટ્રોલ લોકોની ડ્રાઈવિંગ ડિસિપ્લિન અને આવડત પર આધાર રાખે છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National News India News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us