• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • શ્રાવણ માસમાં આ સરળ વાસ્તુ ઉપાયોથી ભાગ્યના દરવાજા ખુલશે, મહાદેવ થશે પ્રસંન્ન...

શ્રાવણ માસમાં આ સરળ વાસ્તુ ઉપાયોથી ભાગ્યના દરવાજા ખુલશે, મહાદેવ થશે પ્રસંન્ન...

12:27 PM July 23, 2023 admin Share on WhatsApp



જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા અને પરિવારને ખુશ રાખવા આપણે સખત મહેનત કરીએ છીએ. પરંતુ રોજિંદા જીવનની દોડધામમાં, પરિવારોની સંભાળ રાખવી મુશ્કેલ બને છે. પરિણામે, ઘણા લોકો બીમારી, એકલતા અને તણાવ જેવી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રના કેટલાક સરળ છતાં અસરકારક ઉપાયો તમને રાહત પ્રદાન કરે છે જે આપણને સુખી, સ્વસ્થ કુટુંબ વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે છે. આ ઉપાયોને અનુસરીને આપણે સુખી અને સુમેળભર્યું ઘર બનાવી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર (Vastu shashtra)માં શ્રાવણ મહિના (Shravan Mas) માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી સૌભાગ્ય પણ વધે છે. ત્યારે અમે તમને શ્રાવણ માસમાં વાસ્તુને લગતા ઉપાયો વિશે જણાવીશું...  

► ઉત્તર દિશામાં શીવજીની પ્રતિમા લગાવો

ભગવાન શિવનો વાસ કૈલાસ પર્વત પર ઉત્તર દિશામાં માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત કરો છો તો તેની દિશા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ.

► શિવજીના પરિવારની તસવીર લગાવો

તમારા ઘરમાં શિવજીના પરિવારની તસવીર લગાવવી જ જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એ જ તસવીર રાખો જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેય હોય.

► ભગવાન શિવની ક્રોધિત તસવીર ન લગાવો

ભગવાન શિવને ભોલેનાથ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ભગવાન શિવની ક્રોધિત મુદ્રામાં ક્યારેય કોઈ મૂર્તિ ન રાખવી. તેને વિનાશનું પ્રતીક માનવામાં આવે છે. 

► ભગવાન શિવને ન ચઢાવો આ વસ્તુઓ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ભોલેનાથને તૂટેલા ચોખા, સિંદૂર, હળદર, તુલસી, શંખ જળ, કેતકી, ચંપા, કેવડાનાં ફૂલ ન ચઢાવવા જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે. 

► સ્વચ્છતા પર રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે સ્થાન પર ભગવાન મહાદેવની તસવીર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી હોય ત્યાંની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ગંદકીના કારણે વાસ્તુ દોષ થાય છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dharmik Vastu Tips



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ફ્રીમાં પૈસા આપવા જઈ રહી છે ટાટાની આ કંપની, દરેક સ્ટોક પર મળશે 25 રૂપિયા

  • 14-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2026
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી
    • 13-06-2026
    • Gujju News Channel
  • એલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર, SpaceXના IPOએ કર્યો કમાલ
    • 13-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 14 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2026
    • Gujju News Channel
  • સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ
    • 12-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us