• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કોર્ટમાં તારીખ પે તારીખ ! દેશની કોર્ટોમાં કેસોનો આંક 5 કરોડને પાર, ક્યારે થશે નિકાલ..?

કોર્ટમાં તારીખ પે તારીખ ! દેશની કોર્ટોમાં કેસોનો આંક 5 કરોડને પાર, ક્યારે થશે નિકાલ..?

10:28 AM July 23, 2023 admin Share on WhatsApp



સની દેઓલની દામીની ફિલ્મનો કોર્ટનો આઈકોનીક ડાયલોગ "તારીખ પે તારીખ...તારીખ પે તારીખ..." આજે પણ લાગુ પડે છે. કારણ કે, આજે દેશની અલગ-અલગ કોર્ટોમાં કેસોનો આંકડો પાંચ કરોડને પાર કરી ગયો છે. સુપ્રીમ કોર્ટ, ૨૫ હાઇકોર્ટ અને અન્‍ય કોર્ટોમાં મળીને ૫.૦૨ કરોડથી વધુ કેસો પેન્‍ડિંગ છે, એમ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજયસભાને લેખિત જવાબમાં જણાવ્‍યું હતું.

તેમણે જણાવ્‍યું હતું કે, ઇન્‍ટિગ્રેટેડ કેસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પહેલી જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં ૬૯,૭૬૬ કેસો પેન્‍ડિંગ છે. નેશનલ જયુડિશિયલ ડેટા ગ્રિડ પર માહિતી મુજબ ૧૪ જુલાઈ સુધી હાઇકોર્ટમાં ૬૦,૬૨,૯૫૩ અને જિલ્લા અને નીચલી કોર્ટોમાં ૪,૪૧,૩૫,૩૫૭ કેસો પેન્‍ડિંગ છે.

supreme court judge pending case in india

કોર્ટોમાં કેસો પેન્‍ડિંગ છે, કેમ કે પર્યાપ્ત સંખ્‍યામાં જજો અને કાયદાકીય અધિકારીઓ અપૂરતા છે કોર્ટના કર્મચારીઓ અને કોર્ટના માળખાકીય ઊણપ સામેલ છે. એ સાથે સાક્ષીઓને એકત્ર કરવા, બાર, તપાસ એજન્‍સો, સાક્ષીઓ અને વાદીઓ જેવા હિતધારકોનો સહયોગ પણ સામેલ છે, એમ તેમણે કહ્યું હતું.

સરકારનું કહેવું છે કે કેસોના નિકાલમાં વિલંબનાં કારણોમાં વિવિધ પ્રકારના કેસો માટે સંબંધિત કોર્ટો દ્વારા સમયમર્યાદાની કમી, વારંવાર સુનાવણી ટળવી અને સુનાવણી માટે કેસની નિગરાની, પેન્‍ડિંગ કેસોને ટ્રેક કરવાની વ્‍યવસ્‍થાની કમી વગેરે સામેલ છે.

કોર્ટોમાં કેસોને પતાવવા માટે પોલીસ, વકીલ, તપાસ એજન્‍સીઓ અને સાક્ષીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જ બધા લોકો કરોડો કેસો પેન્‍ડિંગ થવાનું કારણ બની રહ્યા છે. કેટલાય કેસોમાં પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરી શકતી તો કેટલાય કેસોમાં વકીલો હાજર નથી થતા. એવામાં આમ નાગરીક વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા માટે મજબૂર બને છે. ત્યારે આ તમામ કેસનો નિકાલ જલ્દી કેવી રીતે થશે તેને લઈને લોકોમાં પણ ચર્ચા જાગી છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India national news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us