• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • 92 વર્ષની ઉંમરે રૂ.55,000 કરોડની સંપત્તિ! કેવી રીતે બન્યા બંગાળના સૌથી ધનિક વ્યક્તિ ?

92 વર્ષની ઉંમરે રૂ.55,000 કરોડની સંપત્તિ! કેવી રીતે બન્યા બંગાળના સૌથી ધનિક વ્યક્તિ ?

06:44 PM July 21, 2023 admin Share on WhatsApp



Richest Person of West Bengal: ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની દેશ અને દુનિયામાં ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે પશ્ચિમ બંગાળના સૌથી અમીર વ્યક્તિ વિશે જાણો છો? જે એનઆર નારાયણ મૂર્તિ અને અજય પીરામલ કરતા પણ આગળ છે. આપણા દેશમાં પણ અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમીરોમાં યુવાનોથી માંડીને વૃદ્ધાવસ્થાના મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ફોર્બ્સે ભારતના અબજોપતિઓની યાદી પણ જાહેર કરી છે. જેમાં 92 વર્ષીય બેનુ ગોપાલ બાંગુર(Benu Gopal Bangur)નું નામ સામેલ છે. બાંગુર બંગાળના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 55,000 કરોડથી વધુ છે. તેમનું બાંગુર ગ્રુપ ભારતના સૌથી જૂના અને સૌથી મોટા બિઝનેસ હાઉસમાંનું એક છે.

gujjunewschannel.in

ભારતીય અમીરોની યાદીમાં 19માં ક્રમે

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં બેનુ ગોપાલ બાંગુર 19માં ક્રમે છે. તેમની કુલ મૂડી $6.7 બિલિયન ડોલર છે. બેનુ ગોપાલ બાંગુર રૂ.86,750 કરોડની મૂડી સાથે શ્રી સિમેન્ટના ચેરમેન છે. બાંગુર ગ્રુપની સ્થાપના બેનુ ગોપાલના દાદા રામ બાંગુર દ્વારા તેમના ભાઈ કુવર બાંગુર સાથે મળીને કરવામાં આવી હતી. વર્ષ 1991 માં, આ જૂથને પાંચ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાંથી સિમેન્ટ સેક્ટર બેનુ ગોપાલના હાથમાં આવ્યું અને તેમણે તેને નવી ઊંચાઈએ પહોંચાડ્યું.

શ્રી સિમેન્ટની સ્થાપના 1979માં થઈ હતી.

શ્રી સિમેન્ટની સ્થાપના બેનુ ગોપાલ બાંગુરના દાદા દ્વારા વર્ષ 1979માં જયપુર, રાજસ્થાનમાં કરવામાં આવી હતી. વર્ષ 1992માં બેનુ ગોપાલ બાંગુર શ્રી સિમેન્ટના ચેરમેન બન્યા. જે બાદ તેણે પોતાના ધંધાને આગળ વધારવા માટે સખત પ્રયાસો કર્યા. આ ધંધો ભલે તેને વારસામાં મળ્યો હોય, પરંતુ તેણે પોતાની મહેનતથી તેને ખુબ આગળ વધાર્યો અને આજે તે આ ક્ષેત્રમાં એક દિગ્ગજ સીમેન્ટ કંપની બનીને ઉભરી આવી છે. તેઓ મૂળ કોલકાતાના મારવાડી પરિવારના છે. જેમની પાસે B.Com ની ડીગ્રી છે. હવે તેમનો પુત્ર હર મોહન બાંગુર તેમના બિઝનેસની ડૌરને સંભાળી રહ્યો છે. જેમણે IIT મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

શેરના ભાવમાં ઉછાળો આવ્યો

શ્રી સિમેન્ટના શેરમાં 22 વર્ષના ગાળામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 6 જુલાઈ, 2001ના રોજ તેમના એક શેરની કિંમત 30.30 રૂપિયા હતી. જે 19 જુલાઈ 2023ના રોજ 24,045.20 રૂપિયા પર પહોંચી ગઈ છે. શ્રી સિમેન્ટની તેની બ્રાન્ડ હેઠળના ઉત્પાદનોમાં શ્રી જંક રોડક, રુફાન, રોક સ્ટ્રોંગ અને બાંગુર પાવરનો સમાવેશ થાય છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bussiness News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી

  • 29-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us