• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના...

સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના...

09:40 PM July 20, 2023 admin Share on WhatsApp



હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન સેવયું છે. હવામાન વિભાગના મતાનુસાર આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી 2 દિવસ ભારે વરસાદ બાદ પણ અન્ય જિલ્લાામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.     

   GUJARAT RAIN SAURASHTRA RAIN FORECAST

► સૌરાષ્ટ્રમાં અનરાધાર મેઘમહેર !

છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટ મધ્યમાં બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા, ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જેમાં માંગરોળ, માળિયા, જામજોધપુર, કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે.


READ ALSO:-અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કેમ વારંવાર થાય છે અકસ્માત ? પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના થયા મોત...


► 21 થી 23 તારીખ સુધી ક્યાં પડશે વરસાદ ?

GUJARAT RAIN SAURASHTRA RAIN FORECAST

શુક્રવારના રોજ અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. તો શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. રવિવારના રોજ ડાંગ, નવસારી, વરસાડ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે.

► સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું છે!

મહત્વનું છે, આ વખતે સૌરાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા હતા અને કેટલાંક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. ગીર સોમનાથના સૂત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રાપાડામાં ચોવીસ કલાકમાં જ 22 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિરણ 2 ડેમમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી હતી. જે બાદ તેના ગેટ પણ ખોલવામાં આવ્યા હતા.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us