• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કેમ વારંવાર થાય છે અકસ્માત ? પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના થયા મોત...

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કેમ વારંવાર થાય છે અકસ્માત ? પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના થયા મોત...

05:40 PM July 20, 2023 admin Share on WhatsApp



Ahmedabad Iscon Bridge Accident : અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર સ્થિત ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે થાર ગાડીનો ડમ્પર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને લઈને બ્રિજ પર પોલીસ કર્મી સહિતના લોકોનું મોટું ટોળું ભેગુ થયું હતું. પરંતુ તે દરમિયાન કોઈ બેરિકેટ્સ લગાવવામાં આવ્યા ન હતા કે રસ્તાને બંધ કરવામાં આવ્યો ન હતો.

ahmedabad sg highway iscon bridge accident 9 died

સ્પિડમાં આવતી જેગુઆરે લોકોને કચડ્યા

આ દરમિયાન ફુલ સ્પિડમાં આવતી જેગુઆર ત્યાં ઉભેલા ટોળા માટે કાળરૂપ બની આવતી હતી. અને જોત જોતામાં જેગુઆર ગાડીએ ત્યાં ઉભેલા લોકોને કચડ્યા હતા. આ ખૂબ જ ભયંકર હાદસામાં 9 લોકોના મોત નિપજ્યા હતા અને 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, મરજનારમાં એક પોલીસ કોસ્ટેબલ અને હોમગાર્ડ પણ સામેલ છે. તો ઘાયલ લોકોમાં જેગુઆર ગાડીનો ડ્રાઈવર પણ સામેલ છે. મહત્વનું છે કે આ બંને અકસ્માત બાદ સવારે વધુ 4 કાર પણ એકની પાછળ એક અથડાઈ હતી. જોકે સદ્દનસિબે તેમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. હાલ પુરતો પોલીસે ઈસ્કોન બ્રિજ રાહદારીઓ માટે બંધ કર્યો છે.

ahmedabad sg highway iscon bridge accident 9 died

160થી વધુની સ્પિડમાં જતી હતી જેગુઆર

બોટાદ અને સુરેન્દ્રનગરના લોકો જેગુઆર લઈને 160થી વધુની સ્પિડમાં કારને લઈને જતા હતા. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે કારની સ્પિડ ઓછી હોત તો કોઈનું પણ મોત નિપજ્યું ન હોત. એક અકસ્માત થયેલો જોવા માટે પહોંચેલા લોકોને સપને પણ વિચાર નહીં હોય કે તેનો પણ અકસ્માત ત્યાં જ થવાનો છે.

ahmedabad sg highway iscon bridge accident 9 died

મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર બનાવને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ મરજનાર લોકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની રાજ્ય સરકાર તરફથી સહાય આપવાની જાહેરાત કરી હતી.

ahmedabad sg highway iscon bridge accident 9 died

ઋષિકેશ પટેલે મૃતકોના સ્વજનોની લીધી મુલાકાત

ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે આ મૃતકોના સ્વજનોની આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સાંત્વન પાઠવી હતી. તેમણે આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Accident News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us