• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન

એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન

08:52 PM June 17, 2026 Admin Share on WhatsApp

હવે એર ઇન્ડિયાએ સસ્તી મુસાફરી આપવા માટે બેઝિક ફેર શરુ કર્યું છે. જેમાં તે તે પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ રીતે શરૂ કરવામાં આવ્યો છે. ચાલો તેના વિષે જાણીએ.



Air India Cheap Ticket Model : એર ઇન્ડિયાએ મુસાફરોને વધુ પસંદગી અને સસ્તી મુસાફરી આપવા માટે એક નવું "બેઝિક ફેર" શરૂ કર્યું છે. આ ભાડું એવા મુસાફરો માટે છે જેઓ ઓછા ખર્ચે મુસાફરી કરવા માંગે છે અને વધારાની સુવિધાઓ માટે પેમેન્ટ કરવા માંગતા નથી. એર ઇન્ડિયાએ 2024 માં તેની વેલ્યુ, ક્લાસિક અને ફ્લેક્સ ફેર કેટેગરી શરૂ કરી હતી. જેમાં હવે બેઝિક ફેર ઉમેરવામાં આવ્યો છે. તે પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ રીતે શરૂ કરવામાં આવ્યો છે.


► કઈ સુવિધાઓ ઉપલબ્ધ મળશે ?


આ નવી સુવિધામાં કંપનીએ મુસાફરોને વધુ સસ્તો ઓપ્શન આપ્યો છે. આ ભાડું માત્ર ઇકોનોમી ક્લાસ માટે ઉપલબ્ધ રહેશે અને મુસાફરોને 15 કિલો ચેક-ઇન સામાન અને 7 કિલો કેબિન સામાનની પરમીશન મળશે. મુસાફરી દરમિયાન ચા અને કોફી જેવા ડ્રીંક ફ્રીમાં રહેશે પરંતુ તેમાં ભોજનનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ બેઝિક ભાડું સંપૂર્ણપણે ઓપ્શનલ છે.


► 24-કલાક કેવી સુવિધા મળી શકશે ? 


જે મુસાફરો ભોજન અને બીજી સુવિધાઓ સાથે મુસાફરી કરવા માંગે છે તેઓ પહેલાની જેમ વેલ્યુ, ક્લાસિક કે ફ્લેક્સ ફેર પસંદ કરી શકે છે. આ કેટેગરીમાં ફ્રી ભોજન અને બીજી વધારાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. પણ બેઝીક ફેર પર મુસાફરી કરતા મુસાફરોને ડિપાર્ચરના 24 કલાક પહેલા સુધી ખોરાક ખરીદવાનો ઓપ્શન મળશે. જેમાં શાકાહારી, માંસાહારી, જૈન અને ડાયાબિટીસ ભોજનના ઓપ્શનનો સમાવેશ થશે. જો સમયપત્રકમાં ફેરફાર થાય છે કે બીજી ફ્લાઇટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તો પહેલાથી ખરીદેલ ભોજન ઓટોમેટીક રીતે નવી ફ્લાઇટમાં ટ્રાન્સફર થઈ જશે. જો કોઈ કારણોસર ઉપલબ્ધ ન હોય તો સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. હાલમાં આ નવું ભાડું માત્ર એર ઇન્ડિયાની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, કોલ સેન્ટર અને એરપોર્ટ ટિકિટિંગ ઓફિસ દ્વારા જ બુક કરી શકાય છે. જેમાં કંપની પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન મુસાફરોના ફીડબેકની સ્ટડી કરશે અને તેના આધારે ભવિષ્યમાં બીજા રૂટ પર તેને લાગુ કરવાનો નિર્ણય લેશે.


► હબ-એન્ડ-સ્પોક મોડેલની શરૂઆત


તાજેતરમાં એર ઇન્ડિયાએ કેન્દ્ર સરકારના 'હબ-એન્ડ-સ્પોક' મોડેલ હેઠળ તેની ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કર્યું હતું. આ મોડેલમાં પ્રથમ ફ્લાઇટ સર્વિસ 25 જૂને વારાણસીથી શરૂ થશે. હબ-એન્ડ-સ્પોક મોડેલમાં વારાણસી જેવા મીડીયમ સાઈઝના "સ્પોક" શહેરો દિલ્હી જેવા મોટા "હબ" એરપોર્ટ સાથે જોડાયેલા છે જેનાથી મુસાફરો એર ઇન્ડિયાના મોટા ગ્લોબલ નેટવર્કને ઍક્સેસ કરી શકે છે. એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, "ઇઝી કનેક્ટ" ફ્લાઇટ્સ તરીકે શરૂ કરાયેલી આ સર્વિસ મુસાફરોને મુખ્ય હબથી દૂર નાના શહેરોમાંથી પણ મૂળ એરપોર્ટ પર તેમનો સામાન ભેગો કરવા અને ઇમિગ્રેશન પૂરૂ કરવાની પરમિશન આપે છે જેનાથી તેઓ વિશ્વભરમાં સરળતાથી મુસાફરી કરી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Air India Cheap Ticket Model - Air India Has Come Up With New Formula For Cheap Tickets



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"

  • 22-07-2026
  • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us