• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • દ્વારકાધીશ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ: ફાટેલા અને ટુંકા કપડા કે નાઈટ સૂટ પહેરીને પ્રવેશ નહીં મળે...

દ્વારકાધીશ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ: ફાટેલા અને ટુંકા કપડા કે નાઈટ સૂટ પહેરીને પ્રવેશ નહીં મળે...

07:09 PM July 16, 2023 admin Share on WhatsApp



દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ થયા બાદ હવે ગુજરાતના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં પણ ભક્તોના ડ્રેસને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના નિર્ણય મુજબ, હવેથી કોઈ પણ ભક્ત ટૂંકા કપડા કે ફાટેલા કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે.

મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર જગત મંદિર દ્વારકાની ગરિમા જાળવવા માટે ભારતીય સંસ્કૃતિ મુજબના વસ્ત્રો પહેરવા પડે છે. મંદિરની બહાર ડ્રેસ કોડ અંગે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં ગાઈડલાઈન લખેલા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આવા કપડાં પહેરનારને ‘નો એન્ટ્રી’

dwarka clothes dress code guiedline photo

મંદિરની બહાર ગાઈડલાઈન લખેલા બોર્ડ પર લખેલું છે કે, મંદિર દર્શન માટેનું સ્થળ છે, પોતાના પ્રદર્શન માટે નહીં. મંદિરમાં આવનારા તમામ ભક્તોને સાદા કપડા પહેરીને જ નીજ મંદિરમાં પ્રવેશ કરવા વિનંતી છે. ટૂંકા વસ્ત્રો, હાફ પેન્ટ, બર્મુડા, મિની ટોપ, મિની સ્કર્ટ, નાઈટ સૂટ, ફ્રોક્સ અને ફાટેલા જીન્સ પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

READ ALSO:

►પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...

►તુલસીના કુંડમાં આ વસ્તુ પધરાવવાથી રાત-દિવસ ઘરમાં વધશે પૈસા, દૂર થશે દરિદ્રતા...

આ અંગે ટ્રસ્ટી પાર્થ તલસાનિયાએ જણાવ્યું હતું કે, મંદિરમાં આવતા અનેક ભક્તોની ફરિયાદ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ઘણા લોકોએ કહ્યું કે આવા કપડા પહેરવાથી અન્ય ભક્તોનું ધ્યાન ભટકાય છે. સાથે જ આપણી સંસ્કૃતિ મુજબ આવા વસ્ત્રો યોગ્ય પણ નથી. જેના કારણે હવે દેશના અન્ય મંદિરોની સાથે દ્વારકાધીશ મંદીરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

મથુરાના રાધા-રાણી મંદિરમાં ડ્રેસ કોડ

તાજેતરમાં જ મથુરાના રાધા રાણી મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી યુપી, મધ્યપ્રદેશના ઘણા મંદિરોમાં આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરોમાં ભક્તોને હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. એટલા માટે તેમને યોગ્ય કપડાં પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Dwarkadhish News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us