• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મની સિકનેસ સિન્‍ડ્રોમ: વધુ રૂપિયા કમાવવાની ચિંતા તણાવનું સૌથી મોટુ કારણ, સર્વેમાં થયો મોટો ખુલાસો...

મની સિકનેસ સિન્‍ડ્રોમ: વધુ રૂપિયા કમાવવાની ચિંતા તણાવનું સૌથી મોટુ કારણ, સર્વેમાં થયો મોટો ખુલાસો...

08:09 PM July 15, 2023 admin Share on WhatsApp



Money Sickness Syndrome: પૈસા જીવનની જરૂરીયાત છે. તેનાથી મોટેભાગે સમાજમાં માન-સન્માન મળતું હોય છે. પરંતુ વ્યક્તિ પૈસા કમાવવાની આંધળી દોટમાં પોતાની જાતને પણ ભૂલી જતો હોય છે. પૈસાની તુલનાએ ઘણી વ્યક્તિ પોતાની જાતની પરવાહ પણ નથી કરતા જેથી જેને મની સિકનેસ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત પર રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની એક વિદ્યાર્થિનીએ સર્વે કર્યું હતું જેમાં આ તારણ બહાર આવ્યું છે.

આપણે અહીં બે કિસ્સાઓ જોઈએ જેમાં એક પત્નીએ પોતાના પતિ પાસેથી એટલે છૂટાછેડાની માંગણી કરી કારણકે તેનો પતિ સતત પૈસા કમાવવાની ઈચ્છાને કારણે કામમાં જ વ્યસ્ત રહેતો. બીજા કિસ્સામાં  એક બાળક સતત ઘરમાં એકલું અનુભવતું. સતત ગુસ્સો કરતુ. ઊંડાણપૂર્વક તપાસ કરતા ખબર પડી કે તેનાં માતા પિતા બંન્ને નોકરી કરતા અને બાળકને પૂરતો સમય ન આપી શકતા. માતા પિતાએ જણાવ્યું કે બાળકના જ ઉજ્જવળ ભવિષ્ય માટે અમે અત્યારે ખૂબ પૈસા એકત્ર કરવા માંગીએ છીએ જેથી તેનું ભવિષ્ય સુધરે. અહીં બંને ઘટનામાં મની સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો ધરાવતા લોકોના છે. મની સિકનેસ સિન્ડ્રોમ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ જોશી વિશ્વા અને સોલંકી કવિતાએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમા આ સિન્ડ્રોમ વિશે લાયબ્રેરી રિસર્ચ કર્યું હતું.

આ પણ વાંચો: 


ભારતના નેતા ભણેલા-ગણેલા નથી, તો બોલિવૂડ સ્ટાર્સ કેટલું ભણેલા છે? કાજોલના નિવેદનથી શરૂ થઈ ચર્ચા...

એક દિવસમાં 500 કરોડની કમાણી! રાકેશ ઝુનઝુનવાલાની પત્નીની સંપત્તિમાં વધારો, જીવે છે આલિશાન લાઈફસ્ટાઈલ...

પુખ્ત વયના પાત્રોએ સહમતિથી કરેલું સેક્સ દુષ્કર્મ ન કહેવાય: ગુજરાત હાઇકોર્ટ

મની સિકનેસ સિન્ડ્રોમ એટલે શું ?

મની સિકનેસ સિન્ડ્રોમ એટલે જેમાં વ્યક્તિઓ જીવનના અન્ય પાસાઓ જેવા કે સામાજિક સંબંધો, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સુખાકારી કરતા પૈસા અને નાણાકીય સફળતાને વધુ અગત્યના માને છે. મની સિકનેસ સિન્ડ્રોમ એટલે પૈસાની ચિંતા. મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ માટે પૈસા જ સર્વસ્વ હોય છે. તેમને બસ પૈસાની ચિંતા જ સતત રહે છે.  લગભગ ઘણી વ્યક્તિ થોડા ઘણા અંશે આ સિન્ડ્રોમનો શિકાર બનતી જણાય છે. એક સર્વે મુજબ પૈસાની વધુ પડતી ચિંતા આજે તણાવનું સૌથી મોટું કારણ બની ગયું છે. આર્થિક પ્રગતિએ ઘણા લોકોને આ ચિંતાની જાળમાં ફસાવ્યા છે અને તેવા લોકો સતત પૈસાની ચિંતા કરતાં જોવા મળે છે.

મની સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો

મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતા લોકો ક્યારેય તેમની સંપત્તિથી સંતોષ નથી મેળવી શકતા. સંપત્તિ અને સામાજિક દરજ્જો દેખાડવા સખત મોંઘી અને કિંમતી વસ્તુઓની ખરીદી જોવા મળે છે. મની સિકનેસ સિન્ડ્રોમથી પીડિત કેટલાક વ્યક્તિઓ ઉપયોગ કર્યા વિના વધુ પડતી રકમ અથવા સંપત્તિ એકઠી કરીને આનંદ અનુભવે છે. મની સિકનેસ સિન્ડ્રોમ વ્યક્તિઓને તેમની નાણાકીય બાબતોમાં વધુ પડતા જોખમો લેવા તરફ પ્રેરી શકે છે જેમ કે વિવિધ જગ્યાએ રોકાણ કરવું, વધુ પડતી મિલકતો ભેગી કરવી, કિંમતી આભૂષણો અને મોંઘા વાહન લેવા વગેરે. આવા સિન્ડ્રોમ ધરાવતા લોકો તેમના અંગત સંબંધો કરતાં તેમની નાણાકીય સફળતાને વધુ મહત્વ આપે છે.  કુટુંબ, મિત્રો અને સામાજિક સંબંધની અવગણના કરતા જોવા મળે છે. સંપત્તિના સંગ્રહ છતાં મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ તેમની નાણાકીય પરિસ્થિતિને લઈને સતત અતિશય ચિંતાની લાગણી અનુભવે છે. આ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ પાસેથી કોઈએ થોડા ઘણા રૂપિયા લીધા હોય તો તેને સતત બેચેની રહ્યા કરતી હોય છે. જ્યાં સુધી એ પૈસા પરત ન આવે ત્યાં સુધી આવેગશીલ રહે છે.

મની સિકનેસ સિન્ડ્રોમના કારણો

ભૌતિકવાદી સ્વભાવ, સામાજિક સરખામણી, અછતનો ડર, સમાજ તરફથી દબાણ, નાનપણમાં પૈસાના, ભાવને લીધે થયેલ ઉપેક્ષા, ઘરની જવાબદારી, સ્ટેટ્સ સિમ્બોલ, બાળકોની દરેક જરૂરિયાત પૂર્ણ કરવાની ઈચ્છા વગેરે છે. મની સિકનેસ સિન્ડ્રોમના કારણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. તેમજ સિન્ડ્રોમ દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ રીતે પ્રગટ થઈ છે.

મની સિકનેસ સિન્ડ્રોમ નિવારવાના ઉપાયો

મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ નાણાકીય વ્યવસ્થાને અસરકારક કરવા અને વધુ પડતો ખર્ચ ટાળવા માટે બજેટ બનાવુ. તણાવ અને ચિંતામાં ઘટાડો કરવા માટે ધ્યાન અને કસરત જેવી પ્રવૃત્તિ કરવી. આર્થિક સલાહકારો વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ નાણાકીય યોજના બનાવવા મદદ કરી શકે.    ઇર્ષાને કારણે થતા કે આવેગમાં થતા ખર્ચ ટાળવા જોઈએ. કોઈપણ ખરીદી કરતા પહેલા વિચારવું કે તે ખરેખર જરૂર છે કે?? નાણાકીય ખર્ચમાં કાબુ મુકો. કોઈની ઈર્ષા કરીને તેવી જ વસ્તુઓ લેવાનો આગ્રહ ટાળો, જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચે તફાવત કરવાનું શીખવુ જોઈએ. નકામા ખર્ચા કરતા પહેલા પોતાના જીવનની જરૂરિયાત વસ્તુઓ આવશ્યક છે કે નહીં તેનું ધ્યાન રાખી પછી ખરીદી કરવી. પોતાની ઈચ્છાઓ કરતા જરૂરિયાતને પ્રાધાન્ય આપવું. વધુ પડતી પૈસાની ચિંતા અનુભવાતી હોય અને અવાસ્તવિક્તાની નજીક હો ત્યારે સારા સલાહકારની મદદ લેવી.

પૈસા જીવન માટે ખુબ જરૂરી છે. પરંતુ એટલા જ જેટલું ગાડીમાં પેટ્રોલ. માટે પૈસાને એક હદ કરતા વધુ મહત્વ આપ્યા વિના જીવનને માણવું જોઈએ...

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us