• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • માત્ર 9 કરોડનો ખર્ચ, 1400 કરોડની કમાણી! યુટ્યુબરે બનાવેલી આ હોરર ફિલ્મે હોલિવૂડ હંફાવ્યું

માત્ર 9 કરોડનો ખર્ચ, 1400 કરોડની કમાણી! યુટ્યુબરે બનાવેલી આ હોરર ફિલ્મે હોલિવૂડ હંફાવ્યું

09:47 PM June 02, 2026 Gujju News Channel Share on WhatsApp

માત્ર 26 વર્ષના યુટ્યુબર કરી બાર્કરની લો-બજેટ હોરર ફિલ્મ Obsession દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. IMDb પર 8.2 રેટિંગ મેળવનારી આ ફિલ્મને 2026ની સૌથી ભયાનક અને શ્રેષ્ઠ હોરર ફિલ્મ ગણાવવામાં આવી રહી છે, જે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.



Obsession Breaking all The Records : મનોરંજન જગતમાં અવારનવાર એવી ફિલ્મો આવતી હોય છે જે બોક્સ ઓફિસના તમામ સમીકરણો અને મોટા-મોટા સુપરસ્ટાર્સના ઘમંડને ચૂર-ચૂર કરી નાખે છે. હાલમાં સિનેમા જગતમાં એક એવી જ લો-બજેટ હોરર ફિલ્મે ધૂમ મચાવી છે, જેણે હોલીવુડથી લઈને બોલીવુડ સુધીના તમામ દિગ્ગજોને ચોંકાવી દીધા છે. માત્ર 26 વર્ષના એક યુટ્યુબરે પોતાની જિંદગીની પહેલી જ એવી હોરર થ્રિલર ફિલ્મ બનાવી છે, જે આ વર્ષની ટોપ-રેટેડ હોરર ફિલ્મ બની ગઈ છે અને વિશ્વભરમાં અધધધ કમાણી કરી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ IMDb પર 8.2ની શાનદાર રેટિંગ મેળવનારી હોરર ફિલ્મ ‘Obsession’ની. 1 કલાક અને 49 મિનિટની આ ફિલ્મને આ વર્ષની સૌથી ભયાનક અને સર્વશ્રેષ્ઠ હોરર ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.


Read Also : મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું


Read Also : IPL 2026 બાદ ટીમ ઈન્ડિયાનું મેગા મિશન શરૂ, આ 5 દેશોના પ્રવાસ પર જશે ખેલાડીઓ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ


Read Also : IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવનમાં વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજે આપી ખાસ ભેટ, જાણો શું મળ્યું ?


► યુટ્યુબરે એકલા હાથે લખ્યો સફળતાનો ઇતિહાસ


આ ફિલ્મને આ સ્તરે પહોંચાડવાનો સંપૂર્ણ શ્રેય એક યુટ્યુબરને જાય છે. ‘Obsession’ ફિલ્મનો ડિરેક્ટર કરી બાર્કર એક જાણીતો યુટ્યુબર છે. કરી બાર્કર માટે આ તેનું ઓફિશિયલ થિયેટ્રિકલ ડેબ્યુ છે અને પોતાની પહેલી જ ફિલ્મથી તે વૈશ્વિક સ્તરે છવાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે કરી બાર્કરે માત્ર આ ફિલ્મનું નિર્દેશન જ નથી કર્યું, પરંતુ તેની વાર્તા પણ જાતે લખી છે અને તેનું એડિટિંગ પણ પોતે જ કર્યું છે. આ ફિલ્મના ક્રેઝ આગળ હોલીવુડની સુપરહિટ ફ્રેન્ચાઈઝી સ્ટાર વોર્સની ફિલ્મ ‘દ મંડલોરિયન એન્ડ ગ્રોગુ’ પણ પાછળ છૂટી ગઈ છે. કરી બાર્કર ડિરેક્ટર હોવાની સાથે એક સારો અભિનેતા પણ છે. યુટ્યુબ પર તેની ‘that's a bad idea’ નામથી એક ફેમસ ચેનલ છે, જેના પર તે કોમેડી વીડિયો શેર કરે છે. ‘Obsession’ પહેલાં તેણે ‘મિલ્ક એન્ડ સિરિયલ’ નામની એક શોર્ટ હોરર ફિલ્મ પણ બનાવી હતી.


► ‘Obsession’નું વર્લ્ડવાઈડ કલેક્શન: 150 ગણો નફો!


આ ફિલ્મની કમાણીના આંકડા જાણીને કોઈપણ ટ્રેડ વિશ્લેષક આશ્ચર્યચકિત થઈ જાય તેમ છે. ‘Obsession’ ફિલ્મનું કુલ બજેટ માત્ર 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયાથી પણ ઓછું હતું. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પોતાના બજેટ કરતાં 150 ગણો વધુ બિઝનેસ કર્યો છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 148 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1404 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.


► શું છે ‘Obsession’ની ડરામણી વાર્તા?


ફિલ્મની વાર્તા 'બિયર' નામના એક છોકરાની આસપાસ ફરે છે, જે એક મ્યુઝિક સ્ટોરમાં કામ કરે છે અને મનોમન પોતાની એક ખાસ બહેનપણી 'નિક્કી'ને પ્રેમ કરતો હોય છે. એક દિવસ તેના હાથમાં એક વિચિત્ર સુપરનેચરલ રમકડું આવી જાય છે. બિયર તે જાદુઈ રમકડાં પાસે ઈચ્છા માંગે છે કે તેની બહેનપણી નિક્કી પણ તેના પ્રેમમાં પાગલ થઈ જાય. રમકડું તેની આ ઈચ્છા પૂરી તો કરી દે છે, પરંતુ ત્યારબાદ જે ભયાનક પરિણામો સામે આવે છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. આ ફિલ્મમાં માઈકલ જોનસ્ટન અને ઈન્ડે નવરેટે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. જો તમે પણ હોરર ફિલ્મોના શોખીન હોવ, તો આ શાનદાર સાયકોલોજિકલ હોરર ફિલ્મ તમારા માટે મસ્ટ-વોચ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Obsession Breaking all The Records - Obsession Horror Movie Box Office Collection Curry Barker YouTuber



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us