• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો, IPL 2026 માં બનાવ્યા સૌથી વધુ રન

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ જીતી ઈતિહાસ રચ્યો, IPL 2026 માં બનાવ્યા સૌથી વધુ રન

10:53 PM May 31, 2026 Gujju News Channel Share on WhatsApp

15 વર્ષના વૈભવ સૂર્યવંશીની IPLમાં આ માત્ર બીજી સિઝન હતી અને આ સિઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સના આ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું અને સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી ઓરેન્જ કેપ જીતી હતી. વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. આ સાથે વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.



IPL 2026 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન શાનદાર રહ્યું, અને તેણે સિઝનનો અંત એક મોટો એવોર્ડ જીતીને કર્યું. 15 વર્ષીય રાજસ્થાન રોયલ્સ ઓપનર બેટ્સમેનને તેની બીજી ર IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ એવોર્ડ જીત્યો. રાજસ્થાન ક્વોલિફાયર 2 માં હારી ગયું અને વૈભવ સૂર્યવંશીનું ફાઈનલમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ તે સિઝનનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો. તેણે IPL 2026 માં 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા, અને નંબર વન બેટ્સમેન બન્યો. તે આ એવોર્ડ જીતનાર સૌથી યુવા બેટ્સમેન પણ બન્યો. IPL 2026 Vaibhav Suryavanshi Becomes Youngest Batsman To Win Orange Cap 


IPL 2026 Vaibhav Suryavanshi Becomes Youngest Batsman To Win Orange Cap


► ઓરેન્જ કેપના બીજા બે દાવેદાર આઉટ થતા નિર્ણય


આ ફાઇનલ પહેલા વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ રેસમાં સૌથી આગળ હતો. જોકે ફાઇનલમાં ઓરેન્જ કેપ જીતવાના બે દાવેદાર હતા: શુભમન ગિલ અને સાઇ સુદર્શન. ગુજરાત ટાઇટન્સના આ બે સ્ટાર બેટ્સમેન પાસે વૈભવને પાછળ છોડી દેવાની તક હતી. ગુજરાતના કેપ્ટન ગિલના 722 રન હતા, જ્યારે સાઇના 710 રન હતા. આવી સ્થિતિમાં, બંને સૂર્યવંશીને પાછળ છોડી શક્યા હોત, પરંતુ એવું બન્યું નહીં, કારણ કે RCB ના બોલરોએ ફાઇનલમાં ચાર ઓવરમાં જ બંનેને પેવેલિયન પાછા મોકલી દીધા. ગિલ ફક્ત 10 રન બનાવી શક્યો, જ્યારે સુદર્શન 12 રન બનાવીને આઉટ થયો. આમ, ગિલની સિઝન 732 રન સાથે અને સુદર્શન 722 રન સાથે સમાપ્ત થઈ.


► વૈભવ સૂર્યવંશી IPL 2026 માં ઓરેન્જ કેપ વિજેતા બનશે


ગિલ અને સુદર્શનના આઉટ થયા પછી, એ વાત નિશ્ચિત થઈ ગઈ કે વૈભવ સૂર્યવંશી IPL 2026 માં ઓરેન્જ કેપ વિજેતા બનશે. આ સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી તમામ બોલરોની ધુલાઈ કરનાર વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ એવોર્ડ સ્વીકારવા અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યો હતો. માત્ર 15 વર્ષની ઉંમરે, તે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. વધુમાં, સૂર્યવંશી શોન માર્શ અને ઋતુરાજ ગાયકવાડ સાથે ઓરેન્જ કેપ જીતનાર ફક્ત ત્રીજો અનકેપ્ડ બેટ્સમેન બન્યો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2026 Vaibhav Suryavanshi Becomes Youngest Batsman To Win Orange Cap



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

  • 20-07-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us