રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અતિવૃષ્ટિ પ્રકારનો ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
Ambalal Patel Agahi Varsad : હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. 4 જૂન સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની અનુમાન છે. જેમા પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં 2 થી 2.5 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે. આ તરફ 8 અને 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થવાની પણ ભીતિ સેવાઈ છે.

• Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનું વાતાવરણ બદલાવવાની શક્યતા છે. 31 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસશે. 7 અને 8 જૂને અતિવૃષ્ટી થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. સાત અને આઠ જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. જ્યારે 19,20 જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની આગાહી કરાઈ છે. 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે. અલનીનોની અસરને કારણે રાજ્યમાં ઓછો વધતો વરસાદ રહેવાની શક્યતા છે.
દક્ષિણ સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધી, તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા અને મહીસાગર જિલ્લામાં એકથી બે ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન ચોમાસાના પવનને સેટ ન થવા દેતા હોવાથી કેરલમમાં વરસાદ પડશે. પરંતુ 4 જૂન બાદ જ રાજ્યમાં ચોમાસાના આગમનની પુષ્ટી થઈ જશે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ambalal Patel Agahi On Gujarat Region - Latest Gujarat Weather Forecast - અંબાલાલ પટેલ વરસાદની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી
