• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ

Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ

11:40 PM May 28, 2026 Gujju News Channel Share on WhatsApp

અમદાવાદના ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)ના માલિકો પર વેપારીઓ સાથે ₹250 કરોડથી વધુની છેતરપિંડીના આરોપ લાગ્યા છે. 267 વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



Oshia Mall Ahmedabad Fraude Case : અમદાવાદમાં આવેલા ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)ના માલિકો સામે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા ઉર્ફે ધીરજ ચોપડા અને તેમની પત્ની કવિતા ચોપરાએ વેપારીઓ પાસેથી ઉધારમાં માલ લઈને આશરે ₹250 કરોડથી વધુની રકમ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયાનો આરોપ લાગ્યો છે. આ મામલે છેલ્લા ઘણા મહિનાથી પેમેન્ટ ન મળતાં અને આપેલા ચેકો બેંકમાં બાઉન્સ થતાં આખરે 267 જેટલા વેપારીઓએ પોલીસ અને સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. વેપારીઓ હવે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા સરકાર અને પ્રશાસન પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.


Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!

Read Also : 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...


► વર્ષોથી ચાલતો વેપાર, અચાનક પેમેન્ટ બંધ


મળતી માહિતી મુજબ, ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)માં વિવિધ પ્રોડક્ટ્સ સપ્લાય કરતા વેપારીઓ લાંબા સમયથી નિયમિત રીતે માલ આપતા હતા. જોકે, છેલ્લા 8 મહિનાથી મોલ તરફથી પેમેન્ટ આપવામાં આવતું ન હતું. વેપારીઓએ માલિકોનો સંપર્ક કરતા તેમને થોડા સમયમાં તમામ ચુકવણી કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી.ખાતરીના ભાગરૂપે વેપારીઓને એડવાન્સ ચેક પણ આપવામાં આવ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી નાણાં ન મળતાં વેપારીઓએ ચેક બેંકમાં જમા કરાવતાં એક પછી એક તમામ ચેક બાઉન્સ થયા હતા. જેના કારણે સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.


► છેતરપિંડી ખુલતા મોલના માલિકોના ફોન બંધ


વેપારીઓનો આક્ષેપ છે કે, છેતરપિંડી (Fraud) સામે આવતાં જ મોલ (Oshia Mall Ahmedabad)ના માલિકો અને સંબંધિત મેનેજરો સંપર્કવિહોણા બની ગયા છે. તેમના ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે. વધુમાં, ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)નો મામલો હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સુધી પહોંચ્યો હોવાથી વેપારીઓની ચિંતા વધી ગઈ છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક નાના વેપારીઓએ હજુ સુધી સત્તાવાર ક્લેમ પણ દાખલ કર્યો નથી. અનેક વેપારીઓનું મોટું રોકાણ ફસાઈ જતાં તેમની આર્થિક સ્થિતિ ખરાબ બની ગઈ છે.


► વેપારીઓના કરોડો રૂપિયા ફસાતા કરૂણતા


ભોગ બનનાર વેપારી વિવેકભાઈએ જણાવ્યું કે, “અમે ક્રેડિટ પર માલ સપ્લાય કરતા હતા. NCLTમાં મામલો પહોંચતાં અમારા ₹1.57 કરોડના ચેક રિટર્ન થયા છે. હવે માલિકો સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી.”વેપારી હિતેશભાઈ ઠક્કરે (Hiteshbhai Thakkar) જણાવ્યું કે, “હું મોલમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ સપ્લાય કરતો હતો. અમે કંપનીઓને એડવાન્સ પેમેન્ટ કરીને માલ ખરીદ્યો હતો, જેના કારણે આખું રોકાણ ફસાઈ ગયું છે.”જ્યારે વેપારી નરેન્દ્ર તિવારી (Narendra Tiwari)એ જણાવ્યું કે, “મને આપવામાં આવેલા ચેક પર બેંકમાં જમા કરાવતા પહેલાં જ સ્ટોપ પેમેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું.”


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Oshia Mall Ahmedabad Fraude Case



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us