• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...

વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...

12:26 PM July 14, 2023 admin Share on WhatsApp



Get Rid of Ants in Monsoon: વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ મચ્છર, માંખી, કિડી, મકોડા સહિતના જીવજંતઓનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. એવામાં ઘરમાં જીવજંતુઓનો વધારે ત્રાસ રહેતો હોય છે. ખાસ કરીને કીડીઓનો ઉપદ્રવ રસોડામાં અને ખાવા-પીવાની જગ્યાએ સૌથી વધુ હોય છે, જેના કારણે આપણે પરેશાનીનો સામનો કરવો પડે છે. જો ખોરાકમાં કીડીઓ પડી જાય, તો તે સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. એવામાં તેને દુર કરવી જ પડ તે હિતાવહ છે. ગામડાં સહિત શહેરોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. ચોમાસું જ નહીં, દરેક ઋતુમાં લાલ-કાળી કીડીઓની સમસ્યા થાય છે પરંતુ ચોમાસાની ઋતુમાં આ સમસ્યા સૌથી વધારે હોય છે. એવામાં અમે તમને જણાવીશું કે આ કીડીઓથી કેવી રીતે છુટકારો મેળવશો..

લોટ અને મીઠાનો ઉપયોગ કરો

કીડીઓને દુર કરવા માટે લોટ અને મીઠું બંને અસરકારક છે. જ્યાં કીડીઓ થઈ ત્યાં થોડો લોટ છાંટશો, તો થોડીવારમાં કીડીઓ ગાયબ થઈ જશે. કીડીઓને ભગાડવા માટે તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. કીડીઓ થઈ હોય તે જગ્યાએ મીઠું નાંખો, થોડી જ વારમાં કીડીઓ ત્યાંથી ભાગી જશે. તમે આ બે વસ્તુઓને મિક્સ કરી શકો છો અને તમારી બારી અને દરવાજાની બહાર રાખી શકો છો. જેનાથી કીડીઓ અંદર આવતી અટકી જશે. લોટ અને મીઠું - કીડીઓને ભગાડવા માટે લોટ અને મીઠું બંને અસરકારક છે. જ્યાં કીડીઓ થઈ ત્યાં થોડો લોટ છાંટશો, તો થોડીવારમાં કીડીઓ ગાયબ થઈ જશે. કીડીઓને ભગાડવા માટે તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. કીડીઓ થઈ હોય તે જગ્યાએ મીઠું નાંખો, થોડી જ વારમાં કીડીઓ ત્યાંથી ભાગી જશે. તમે આ બે વસ્તુઓને મિક્સ કરી શકો છો અને તમારી બારી અને દરવાજાની બહાર રાખી શકો છો. જેનાથી કીડીઓ અંદર આવતી અટકી જશે.

વિનેગરનો ઉપયોગ કરો

અનેક ઘરેલું ઉપચારમાં વિનેગરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. ત્યારે કીડીઓને ભગાડવા માટે પણ સફેદ વિનેગર ખુબ જ અસરકારક સાબિત થાય છે. સૌથી પહેલા થોડું સફેદ વિનેગર લો અને તેને પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણથી તમારું રસોડું અને કીડીઓ આવે છે, તે જગ્યાને સાફ કરો. તેનાથી કીડીઓ મિનિટોમાં ભાગી જશે. જો દીવાલ પર કીડીઓ થઇ હોય તો આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને દીવાલ પર સ્પ્રે કરો. તેનાથી તરત જ કીડીઓથી છૂટકારો મેળવી શકાશે.

આ પણ વાંચો: ચોમાસામાં રાત્રે ઘરમાં જીવજંતુઓ કરે છે પરેશાન? આ 5 અસરકારક ટિપ્સથી મિનિટોમાં જંતુઓ થશે ગાયબ...

લીંબુ અને પાણીનું મિશ્રણ

સ્પ્રે કરી શકાય એવી બોટલમાં સૌપ્રથમ પાણી ભરી લો. ત્યાર બાદ એક લીંબુ કાપીને આ બોટલમાં તેનો રસ ઉમેરો. હવે આ મિશ્રણને સરખી રીતે હલાવીને મિક્સ કરો. હવે કીડીઓ ભગાડવા માટેનું મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણને કીડીઓ હોય તે જગ્યાએ સ્પ્રે કરી લો. થોડી જ વારમાં ત્યાંથી કીડીઓ ગાયબ થઇ જશે. એટલું જ નહીં, તમે કીડીઓને ભગાડવા માટે લીંબુની છાલને ઘરમાં અલગ-અલગ જગ્યાએ મૂકી શકો છો. જેનાથી ઘરમાં કીડીઓનો ઉપદ્રવ નહીં થઇ શકે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી.)  

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us