• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • પત્ની પીડિત પુરુષોનું દેવાલય: અત્યાર સુધી 68,000 સમદુઃખીયા સભ્યો નોંધાયા ચોપડે, વકીલ-ડોક્ટર પણ સામેલ...

પત્ની પીડિત પુરુષોનું દેવાલય: અત્યાર સુધી 68,000 સમદુઃખીયા સભ્યો નોંધાયા ચોપડે, વકીલ-ડોક્ટર પણ સામેલ...

11:27 AM July 11, 2023 admin Share on WhatsApp



પોતાના પતિથી પરેશાન અને હેરાનગતી ભોગવતી સ્ત્રી વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે અને જોયું હશે પરંતુ શું તમે ક્યારેય પત્ની પીડિત પુરૂષ વિશે સાંભળ્યું છે. માત્ર એક પુરૂષ જ નહીં પણ આવો આખો સંઘ છે. અમે આજે તમને આવા જ એક સંઘ વિશે જાણકારી આપવાના છીએ. ગુજરાતમાં કેટલાય સંઘ થયા જે લોકોને  ન્યાય અપાવવાનું કામ કરે છે. ત્યારે અમદાવાદના અસારવા વિસ્તારમાં એક એવો સંઘ ચાલે છે જે તમે સાંભળશો તો તમને લાગશે નવાઈ અને તમે પછી તમે ખડખડાટ હસી ઉઠશો પરંતુ આ સંઘ ચાલે છે ત્યાં હજારોની સંખ્યામાં પુરુષો જોડાયેલા છે. આ સંઘ પત્ની પીડિત પુરૂષોને ન્યાય અપાવવાનું કામ કરે છે. હજારોની સંખ્યામાં પત્નીથી પીડાતા પુરૂષ અહીં પોતાની વ્યથા ઠાલવે છે અને પોતાને ન્યાય મળે તે માટે માંગ કરે છે. 

કેવી રીતે રચના થઈ આ સંઘની ?

આપણા સંવિધાનમાં લિંગભેદની દ્રષ્ટીએ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે, આજે કેટલીક મહિલાઓ દ્વારા પોતાને મળેલા કાયદાકીય રક્ષણનો દુરુપયોગ થઈ રહ્યો છે. જેના અનેક કિસ્સા સામે આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં આવેલ અસારવા વિસ્તારમાં રહેતા દશરથભાઈ દેવડા તેઓ પત્નીથી પીડિત થયા હતા અને એટલા બધા થયા કે તેઓએ અમદાવાદ ખાતે પત્ની પીડિત સંઘની રચના કરી નાખી. આ રચના 1994માં સ્થાપના કરી અને 1998માં સંસ્થા રજીસ્ટર કરાવી આજે તેમા 68,000થી વધુ કેસો નોંધાયા છે જેમાં 68,000થી વધુ લોકો પત્નીથી પીડિત હોવાનું ઓન પેપર સ્વીકારી રહ્યા છે. જેમાં ડોક્ટર, વકીલ પોલીસ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પત્નીથી પીડિત છે અને તમામ લોકો પત્નીથી બચવા માટે આવે છે અને અરજી આપે છે.

પત્ની પીડિત પુરૂષ સંઘનું કાર્ય

સંઘ દ્વારા અરજી અને સભ્ય પેટે 2 હજાર રૂપિયા લેવામાં આવે છે. આ ફી આજીવન સભ્ય પદે લેવામાં આવે છે સંઘ દ્વારા પત્ની પીડિત લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે સાથેમાં જ કયા પ્રકારના વકીલ તેમજ યોગ્ય સલાહ સૂચન આપવામાં આવે છે અને બને તો બંને પક્ષોએ બેસાડીને સમાધાન અથવા તો યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે. દશરથભાઈ દેવડા જેવો પત્ની પીડિત સંઘના સંચાલક છે તો એ કેટલાય એવા બનાવો કહ્યા કે જેમાં સરકારી અધિકારી, પોલીસ , વકીલ સહિત અન્ય નામચીન લોકો પણ તેમની ફરિયાદ લઈને આવે છે. જેમને યોગ્ય કાનુની માહિતી તેમજ માર્ગદર્શન જ નહીં પણ સાથે સહકાર પણ આપવામાં આવે છે.

પત્નિ પીડિત પુરૂષનો કિસ્સો

જેમાનો એક બનાવ જે અમદાવાદમાં રહેતા રાહુલભાઈ(નામ બદલેલ છે) જેમને તેમની પત્ની સાથે લગ્ન કર્યા ત્યારબાદ તેમને એક સંતાન થયું ત્યારબાદ તેમની પત્નીએ કહ્યું કે તેને બીએસસી નર્સિંગ કરવાની ઈચ્છા છે. તેનું સપનું હતું કે તે નર્સિંગ સ્ટાફ બને ત્યારે પત્નીના આંધળા પ્રેમમાં રહેલા રાહુલભાઈએ તેને કોલેજમાં એડમિશન કરાવી તમામ ખર્ચ કરી નર્સિંગ સ્ટાફ બનાવી દીધી. ત્યારબાદ થોડાક જ મહિનામાં તેની પત્ની રિસાઈને તેના પિયર ચાલી ગઈ ત્યારબાદ રાહુલભાઈ દ્વારા લેવા જવાની પણ વાત કરી ત્યારે તેની પત્નીએ યોગ્ય જવાબ ન આપ્યો તેમજ તેના સસરાએ પણ તેને માર માર્યો. ત્યારબાદ પતિએ લઈ આપેલ સોનાના દાગીના અંદાજિત પાંચ તોલા જેટલું સોનું જે લઈને તેના પિયર જતી રહી છે. પત્ની તેના પતિને કહે છે કે મકાન તમારું જે છે વેચ ત્યારબાદ જ હું આ મકાનમાં રહેવા આવીશ. મહત્વની વાત એ છે કે રાહુલભાઈને એક આઠ વર્ષના દીકરો છે જે દીકરાને મળવા માટે તેઓ જાય છે ત્યારે તેને મળવા પણ દેવામાં આવતો નથી અને પરિવારજનો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે, આવા અનેક રાહુલભાઈ જેવા અન્ય કેટલાય બનાવો છે પરંતુ ક્યાંક સમાજમાં રહેવા કે પછી સમાજમાં પોતાની ઈજ્જત બચાવવા માટે થઈ કેટલાય લોકો ભોગ બની રહ્યા છે જેને લઇ પત્ની પીડિત પુરુષ સંઘ કાર્ય કરે છે. સાથેમાં જ આ સંઘ દ્વારા પત્ની પીડિત પુરુષોને જાગૃત થવા તેમજ સામે લડાઈ કરવા પણ માર્ગદર્શન આપે છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Ahmedabad News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us