• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગોંડલમાં AAP મહિલા નેતા જિગીષા પટેલ પર હુમલો, કારને ઘેરીને પથ્થરમારો, ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં

ગોંડલમાં AAP મહિલા નેતા જિગીષા પટેલ પર હુમલો, કારને ઘેરીને પથ્થરમારો, ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં

07:06 PM February 24, 2026 Gujju News Channel Share on WhatsApp

ગોંડલમાં જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીની નેતા જિગીષા પટેલ પર પથ્થરમારો અને હુમલો થયો. ઈજાગ્રસ્ત નેતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



AAP Politician Jigisha Patel injured In Stone Pelting Incident In Gondal : રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીની પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ પર હુમલાની ઘટના સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ઘોઘાવદર રોડ પર સરગમ પાર્ક નજીક તેમની કારને રોકી મહિલાઓના ટોળાએ ઘેરી લીધી હતી. આ દરમિયાન એક મહિલાએ મોટો પથ્થર મારી કારનો કાચ તોડી નાખ્યો હતો, જેના કારણે જિગીષા પટેલને ગંભીર ઈજા પહોંચી હતી.


AAP Politician Jigisha Patel injured In Stone Pelting Incident In Gondal : આપ નેતા જિગિષા પટેલ પર હુમલો


► જનતા સાથે સંપર્ક કાર્યક્રમ અંતર્ગત હુમલો


મળતી માહિતી મુજબ જિગીષા પટેલ જનતા સાથે સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સમસ્યાઓ સાંભળવા ગયાં હતાં. તે સમયે 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ અચાનક હુમલો કર્યો હોવાનું કહેવાય છે. હુમલા દરમિયાન લાફાવાળી અને ધકકામુક્કી પણ થઈ હતી. ડ્રાઈવરે પરિસ્થિતિ ગંભીર બનતાં તાત્કાલિક કાર આગળ દોડાવી દીધી હતી.


► જિગીષા પટેલના માથાના ભાગે ઈજા પહોંચી


ઘટનામાં જિગીષા પટેલના માથાના ભાગે ઈજા પહોંચી છે અને હાથમાં ફ્રેક્ચર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક સારવાર માટે તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પથ્થરમારાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. 31 ઓક્ટોબરથી ગોંડલ શહેર અને તાલુકાના વિસ્તારોમાં લોકોની રજૂઆતો સાંભળવા નીકળેલા કાર્યક્રમ દરમિયાન આ બનાવ બન્યો હતો. બનાવને લઈને ‘આપ’ કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હુમલો રાજકીય અદાવતના કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર તે દિશામાં તપાસ ચાલી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , AAP Politician Jigisha Patel injured In Stone Pelting Incident In Gondal : આપ નેતા જિગિષા પટેલ પર હુમલો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us