• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • આલિયા ભટ્ટે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ: સગાવાદના કલંકને દુર કરીને હોલીવુડમાં કરી એન્ટ્રી...

આલિયા ભટ્ટે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ: સગાવાદના કલંકને દુર કરીને હોલીવુડમાં કરી એન્ટ્રી...

12:22 PM July 10, 2023 admin Share on WhatsApp



આલિયા ભટ્ટે (Alia Bhatt) બોલીવૂડ (Bollywood)માં ખુબ જ ટુંકા સમયમાં પોતાની અભિનય ક્ષમતા (Acting Skill) દેખાડી દીધી છે. સગાવાદ(Nepotism)નો ભોગ પણ તેને વારંવાર ટ્રોલર્સ દ્વારા બનવું પડયું છે. પરંતુ તેણે પોતાના કામથી બધાની બોલતી બંધ કરી દીધી છે. હવે તે હોલીવૂડમાં એન્‍ટ્રી કરી રહી છે. આ કારણે તેને બધા શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે. સોૈથી વધુ ખુશ તેના પિતા મહેશ ભટ્ટ થયા છે. તે દિકરીની આ પ્રગતિથી ખુશખુશાલ છે.

alia Bhatt Hollywood new film

હોલીવૂડ (Hollywood)માં જમ્‍પ મારી રહેલી દિકરીને કારણે તે તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. મહેશ ભટ્ટે કહ્યું હતું કે હું આલિયાને ગેલ ગેડોટ અને જેમી ડોર્નન જેવા ઇન્‍ટરનેશનલ સ્‍ટાર સાથે જોઉ છું તો મારુ દિલ ગર્વ અનુભવે છે. આલિયાની હોલીવૂડની ફિલ્‍મનું નામ હાર્ટ ઓફ સ્‍ટોન (Heart Of Stone) છે. આલિયા આ વિશે કહે છે કે તેમની પાસે કામ કરવાની અલગ જ પધ્‍ધતિ છે. આ ફિલ્‍મમાં મને ખાસ અને મહત્‍વની ભુમિકા મળી છે. 

alia bhatt for netflixs tudum event

આલિયા ભટ્ટ બ્રાઝિલના સાઓ પાઉલોમાં નેટફ્લિક્સ(Netflix)ની ટુડમ ઈવેન્ટમાં તેની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન(Heart Of Stone)ના કો-સ્ટાર્સ ગેલ ગેડોટ(gal gadot) અને જેમી ડોર્નન(Jamie Dornan) સાથે જોડાઈ હતી. તેના હોલીવુડ ડેબ્યુનું ટ્રેલર બહુ અપેક્ષિત ઇવેન્ટમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે આ ઈવેન્ટમાંથી ત્રણેય સ્ટાર સાથેની નવી તસવીરો ઓનલાઈન સામે આવી છે. અને સોશિયલ મીડિયા પર આ તસવીરોએ ધુમ મચાવી છે.

alia-bhatt-for-netflixs-tudum-event hear of stone

હર્ટ ઓફ સ્ટોન ફિલ્મના (Heart Of Stone) ટ્રેલર લોન્ચ(Trailer Launch)માં આલિયા ભટ્ટ (Alia Bhatt) મોટા કદના બ્રાઉન બ્લેઝર અને મેચિંગ પેન્ટમાં સજ્જ દેખાઈ હતી. તો ગેલ ગેડોટ(gal gadot) તેની સાથે કાળા ડ્રેસમાં જોડાઈ હતી જ્યારે જેમી(Jamie Dornan)એ સફેદ ટી-શર્ટ સાથે ઓલિવ ગ્રીન સૂટ પહેર્યો હતો.

અહીં મહત્વનું છે કે, આલિયા ભટ્ટ સિવાય અનેક બોલિવૂડની અભિનેત્રીઓએ હોલિવૂડ ફિલ્મમાં સારુ એવું કામ કર્યું છે. અને મોટાભાગની બોલિવૂડની સફળ  અભિનેત્રી અને અભિનેતા હોલીવૂડમાં કામ કરવા થનગનતા હોય છે. એવામાં આલિયા ભટ્ટે હોલિવૂડમાં ડેબ્યું કરતા તેની કારકિર્દીમાં વધુ એક સોપાન ઉમેરાયું છે. 

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood Hollywood News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us