• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • લગ્ન અને છુટાછેડા: સાતફેરાના બંધનને તોડતા પહેલા આટલું વિચારજો...

લગ્ન અને છુટાછેડા: સાતફેરાના બંધનને તોડતા પહેલા આટલું વિચારજો...

11:23 AM July 09, 2023 admin Share on WhatsApp



"લગ્ન અને છુટાછેડા" આ બે એવા શબ્દ છે જે ઘણું બધું કહી જાય છે. લગ્ન શબ્દ જ્યારે આપણી સામે આવે ત્યારે એવું લાગે કે ઘણું બધું ભેગું કર્યું હોય, આ શબ્દ માં બે દિલ જોડાયા હોય છે જ્યારે છુટાછેડા જેવો શબ્દ આપણી સામે આવે ત્યારે બે દિલ છુટા પડતાં હોય એવું લાગે છે. બે વ્યકિતના પરસ્પર સ્નેહ થી લગ્નજીવન બંધાય છે. આ સમયની ખુશી જ કઈક અલગ હોય છે. પણ જ્યારે આ સંબંધમાં છુટાછેડા જેવો શબ્દ ઉમેરાય ત્યારે આ પરિસ્થિતિ સાવ વિપરીત બની જતી હોય છે. ક્યારેક ક્યારેક આપણે ભગવાનને દોષ આપીએ છીએ કે જ્યારે અલગ જ કરવા હતા તો બે વ્યક્તિને ભેગા શા માટે કર્યા ?

લગ્નજીવન શરૂ થયા પહેલા દરેક વ્યક્તિ સુખી સંસારની અપેક્ષા રાખે છે. પરંતુ મોટાભાગના લોકોના જીવનમાં કોઈ એક વ્યક્તિના અહમના લીધે આવતી છુટાછેડા ની પરિસ્થિતિ એક કાળા ડાઘ સમાન બંને વ્યક્તિને લાગી જાય છે. આ કાળા ડાઘને લુંછીને આગળ વધવાનું નામ જ જીંદગી છે. સ્ત્રી હોય કે પુરુષ. પોતાના જીવનસાથી થી છુટું ના પડી જવાય એ માટે સતત ચિંતા કરતું હોય છે. પરંતુ ક્યારેક બંને માંથી એક વ્યક્તિ ની અલગ વિચારશૈલી ના લીધે લગ્નજીવન વિખેરાઈ જતું હોય છે.

છુટાછેડા બાદ પતિ હોય કે પત્ની પોતાનું જીવન તો ફરી શરૂ કરી લે છે પરંતુ ખરેખર જો આ પરિસ્થિતિમાં કોઈ પીડાતું હોય છે તો એ હોય છે તેમનું બાળક. બંને પક્ષ જ્યારે લડે, જગડે કે કોર્ટ કચેરીમાં જાય, છુટા પડે પરંતુ આ બંને માં બાળક શું કરે ? ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બાળક નાનું હોય તો સમજી ના શકે. એ બાળકને એ પણ ખબર નથી હોતી કે તે શું ગુમાવી રહ્યું છે. માં કે બાપ ?

  • આ પણ વાંચો : જીવનસાથીની પસંદગીમાં સુંદરતા પહેલા આ 5 બાબતો વિશે જાણજો: નહીં તો લગ્ન બાદ થશે રોજ ઝઘડો...

કાયદાની વાત કરીએ તો બાળકનો કબ્જો માં ને સોંપવામાં આવે છે જો માં કબ્જો લેવાની ના પાડે તો જ બાળક તેના પિતાને સોંપવામાં આવે છે. પરંતુ બાળકને કોઈ એક વ્યક્તિને ખોવાનું તો હોય જ છે. પુરુષ ને બીજી પત્ની કે સ્ત્રીને બીજો પુરુષ તો મળી જાય છે પણ એ બાળકને બીજા માં બાપ તો ના જ મળે. ખરી માતા કે ખરા પિતા જેવો પ્રેમ એ બાળકને જીવનમાં ક્યારેય મળતો નથી. બાળક થોડું પણ જો સમજતું હોય તો એ કઇ સમજી પણ ના શકે કે એને કોની પાસે રહેવું. એક તરફ માં નો પ્રેમ હોય છે તો બીજી તરફ બાપ નો વહાલ એને ખેંચી રહ્યું હોય છે.

છતાં પણ આપણા સમાજમાં કોર્ટ અને કેટલાક લોકોના કહ્યા મુજબ બાળકને કોઈ એક વ્યક્તિને સોંપી દેવાય છે. તે સમયે બાળક ખુબ જ પીડાતું હોય છે. તે બંને વચ્ચે પીસાય જાય છે. પણ આ સમયે તેની પરિસ્થિતિ ખરેખર કોઈ સમજી શકતું નથી. તેના માં બાપ પણ તેના દિલની વાત સમજી શકતા નથી. કારણકે બંને ને પોતાના બાળક કરતાં પોતાનો અહમ વહાલો હોય છે. મોટાભાગના લોકોમાં આવું જોવા મળે છે. પરંતુ જો એક વ્યક્તિ પણ અહમ છોડીને બાળકનો વિચાર કરે તો સમાધાન પણ થઈ શકે છે. પરંતુ આ સમયે બંને વ્યક્તિ વચ્ચે અહમ એટલો હોય છે કે બંને માંથી કોઈ વ્યક્તિ નીચું નમવા તૈયાર થતું નથી. છુટા પડ્યા બાદ ગમે તે એક વ્યક્તિ તો દુઃખી હોય જ છે પરંતુ એ બંને માં જો સૌથી કોઈ દુઃખી હોય તો તે હોય છે તેમનું બાળક. કારણકે એ તો બધું જોવા છતાં પણ કંઇ સમજી કે બોલી નથી શકતું.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?

  • 27-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2026
    • Gujju News Channel
  • આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’
    • 26-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us