ગુજરાતના નવા ડીજીપી કોણ જેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. જે બાદ આજે ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થયા છે. ગુજરાતના ડીજીપી તરીકે અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઈન્ચાર્જ ડો. કે.એલ.એન.રાવને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરાયું છે. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય 6 મહિના પહેલા જ નિવૃત થવાના હતા. વિકાસ સહાયને 31 ડિસેમ્બર સુધીનુ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જે આજે પુરૂ થઈ ગયું છે.

રાજ્યના પોલીસવડા તરીકે વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થતા હવે કાયમી ડીજીપી નહી પરંતું ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે કોની નિમણૂંક કરવી જેને લઈ સરકાર પર અસમંજસ પરિસ્થિતિમાં મુકાયેલ હતી. પરંતું આજે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન. રાવની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતના ડીજીપી તરીકે અનેક સિનિયર આઈપીએસ અધિકારીઓના નામ ચર્ચામાં હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. સરકાર દ્વારા કાયમી ડીજીપી તરીકે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિકાસ સહાયના નિવૃતિ બાદ ઈન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આઈપીએસ અધિકારીઓમાં મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી તરીકે ડો.કે.એલ.એન.રાવની ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
