ક્રિકેટ માટે 2025નું વર્ષ એતિહાસિક રહ્યું છે. આંકડાના હિસાબથી જોવામાં આવે તો ન્યુઝિલેન્ડની ટીમ આ વર્ષે સૌથી સફળ ટીમ તરીકે ઉભરી આવી છે. જ્યાંરે ટીમ ઈન્ડિયા મોટી ટ્રોફી જેમકે ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ જીતવામાં સફળ રહ્યું છે.
વર્ષ 2025માં ક્રિકેટ ફેન્સ માટે જોરદાર રહ્યું છે. ભારતીય ટીમે આ વર્ષે બે ટ્રોફી પોતાના નામે કરી છે. અને ટીમે વર્ષના અંતે વ્હાઈટ બોલ ક્રિકેટ ફોર્મેટમાં નંબર-1 ટીમ બની રહી છે. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીતેને વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેનો દબદબો કાયમ રાખ્યો છે. જો કે ભારતીય ટીમ ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી શક્યુ નથી. જ્યારે 2025માં ભારતીય ટીમ સૌથી વધુ મેચ જીતવામાં નંબર-2ના સ્થાને રહીં. ન્યુઝીલેન્ડની ટીમ આ રેકોર્ડમાં નંબર-1 પર રહીં અને સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. ન્યુઝીલેન્ડે મેચ જીતવા મામલે બધા દેશોને પાછળ છોડી દીધા છે.જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે ચોકર્સનું ટેગ હટાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતેને ઈતિહાસ રચ્યો. પાકિસ્તાને પણ પોતાની પ્રદર્શન જોરદાર કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષના અંતમાં ટેસ્ટમાં દબદબો કાયમ રાખ્યો.
ન્યુઝીલેન્ડ ટીમ માટે 2025નું વર્ષ સૌથી ખાસ રહ્યું છે. રચિન રવિન્દ્ર અને મેટ હેનરી જેવા સ્ટાર પ્લેયરોને લીધે ન્યુઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને વનડે ફોર્મેટમાં ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલ સુધી પહોંચ્યા. કિવી ટીમે આ વર્ષે આ વર્ષે સૌથી વધુ 33 મેચ જીતી. ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે 8 મેચ રમી અને 6 જીતી. બે મેચ ડ્રો રહી છેચ વનડેમાં કીવી ટીમે કુલ 18 મેચ રમી, જેમાંથી 14 મેચ જીતી અને 4 હારી જ્યારે T20 ઈન્ટરનેશનમાં ટીમે 21 મેચ રમી અને 13 જીતી છે.
રોહિત શર્મા, સુર્યકુમાર યાદવ અને શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ વ્હાઈટ બોલ ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ દુબમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. આ બાદ એશિયા કપ 2025માં પાકિસ્તાનને ઘૂળ ચટાવીને ટ્રોફિ પોતાના નામે કરી. જ્યારે ટેસ્ટમાં ભારતીય ટીમ માટે આ વર્ષ કઠિન રહ્યું છે. ટીમને ભારતમં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો અને WTC ફાઈનલની સાઈકલમાંથી બહાર જવાનો વારો આવ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
