સલમાન ખાનના બર્થ ડે પર બેટલ ઓફ ગલવાન ટીઝર રિલીઝ, ‘મોત સે ક્યા ડરના…’ સહિત આવા છે ડાયલોગ
Battle of Galwan Teaser : સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 60 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 17 એપ્રિલ 2026 ના રોજ રિલીઝ થશે
Battle of Galwan Teaser : સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 60 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભાઈજાનના પાત્રની સંપૂર્ણ ઝલક આપવામાં આવી છે અને ફિલ્મની રિલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ ફિલ્મના ટીઝર વીડિયોમાં શું-શું ખાસ છે. અપૂર્વ લાખિયા દિગ્દર્શિત બેટલ ઓફ ગલવાન સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભાઈજાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સલમાને તેના શૂટિંગ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો હતો. હવે ફિલ્મના ટીઝર સાથે ખુલાસો થયો છે.
સલમાન ખાનના ચાહકો આજે સવારથી જ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. સલમાને ફિલ્મના ટીઝર વીડિયો સાથે ચાહકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. ફિલ્મ બેટલ ઓફ ગલવાનના ટીઝરમાં સલમાન અત્યાર સુધીના સૌથી મજબૂત પાત્રમાં દેખાયો છે. આ ફિલ્મમાં તે ભારતીય સેનાના એક અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ટીઝરનું શૂટિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે સલમાનની આંખો સીધી દર્શકો સાથે વાત કરતી જોવા મળે છે.
ટીઝરમાં ભાઈજાનની તાકાતવર ઝલક અને દમદાર ડાયલોગ દિલ અને દિમાગ પર સીધી અસર કરે છે. ટીઝર વીડિયોમાં 'મોત સે ક્યાં ડરના...' ડાયલોગે પણ ઘણું ધ્યાન આકર્ષિત કર્યું છે. આટલું જ નહીં ટીઝરની શરૂઆત કેટલાક દમદાર ડાયલોગથી થાય છે. થોડી મિનિટો પહેલા રિલીઝ થયેલ ટીઝર જોયા બાદ ચાહકો સતત સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે અને સલમાનના પાત્રના વખાણ કરી રહ્યા છે.
આ ફિલ્મને સલમાન ખાને પોતે પ્રોડ્યુસ કરી છે. રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો ફિલ્મ 17 એપ્રિલ 2026 ના રોજ થિયેટરોમાં આવશે. આ સાથે તે વર્ષ 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Battle of Galwan Teaser Out Now
