• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Bharat 4G Phone: વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન, માત્ર રૂ.999માં ફોન સાથે બધુ જ અનલિમિટેડ...

Bharat 4G Phone: વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન, માત્ર રૂ.999માં ફોન સાથે બધુ જ અનલિમિટેડ...

05:15 PM July 07, 2023 admin Share on WhatsApp



Reliance Jio એ ભારતમાં સૌથી સસ્તો 4G ફોન Jio Bharat V2 લોન્ચ કરીને બજારમાં ધુમ મચાવી દીધી છે. અહીં મહત્વનું છે કે, Jio Bharat V2 ની કિંમત માત્ર 999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, જિયો ભારત વી2ના દમ પર કંપની 10 કરોડથી વધારે ગ્રાહકોને જોડશે. 999 રૂપિયાના આ ફોનનો મંથલી પ્લાન પણ ખુબ જ સસ્તો છે. ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન માટે માત્ર 123 રૂપિયા ચુકવવા પડશે.

આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 14 જીડી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ મળશે. તેના વાર્ષિક પ્લાનની કિંમત 1234 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, 25 કરોડ 2જી ગ્રાહકોને 4જીમાં લાવવા માટે જિયો ભારત પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ બીજી કંપનીઓ પણ 4 જી ફોન બનાવવા માટે કરી શકશે. કાર્બને તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. નિષ્ણાંતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે, 2જી ફિચર ફોનની જગ્યા જલદી 4જી ભારત સીરીઝના મોબાઇલ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની 2018 માં પણ જિયોફોન લઇને આવી હતી. જેને 13 કરોડથી વધારે ગ્રાહકો ઉપયોગ કરી શકે છે.

Reliance jio 4g bharat phone unlimited data

કંપનીનું કહેવું છે કે, જીયો ભારત V2 4Gનો ફોન છે અને આ સંપુર્ણ રીતે ભારતમાં બનેલો છે. તેનું વજન માત્ર 71 ગ્રામ છે. તેમાં HD વોઇસ કોલિંગ(HD Voice Calling), FM રેડિયો, 128GBનું SD મેમરી કાર્ડ જેવા ફીચર મળે છે. મોબાઇલમાં 4.5 સેમીની ટીએફટી સ્ક્રીન, 0.3 મેગાપિક્સલનો કેમેરો, 1000 mAh ની બેટરી, 3.5 એમએમનો હેડફોન જૈક, પાવરફુલ લાઉડ સ્પીકર અને ટોર્ચ પણ મળે છે.

જિયો ભારત V2(Jio Bharat V2) મોબાઇલના ગ્રાહકોને જિયો સિનેમા(Jio Cinema)ના સબ્સ્ક્રિપ્શન(Subscription)ની સાથે જિયો સાવન(Jio Saavn)ના 8 કરોડ ગીતનું એક્સેસ મળશે. ગ્રાહકો જિયો પે દ્વારા યુપીઆઇ પેમેન્ટ(UPI Payment) પણ કરી શકશે. કંપનીનું કહેવું છે કે, જિયો ભારત V2 22 ભારતીય ભાષાઓમાં કામ કરે છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની સ્થાનિક ભાષામાં પણ આ ફોન એક્સેસ કરી શકશે. વૃદ્ધ અને જે લોકોનેે ઈન્ટરનેટનો ઉપયોગ ઓછો કરે છે તેવા લોકોને વધારે ઈન્ટરનેટ તરફ વાળવા માટે આ ફોન ઉપયોગી નિવડશે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us