Krushi-Pragati : આ એપ્લિકેશન દ્ધારા કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે સર્વે કરી શકાશે, કૃષિ વિભાગે માર્ગદર્શિકા કરી જાહેર, જાણો તમામ માહિતી એક જ ક્લિકે
How Krushi-Pragati Application In Gujarati : રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. હવે પાકને થયેલા નુકસાન અંગેનો સર્વે ખેડૂતોએ પોતે જ કરી શકશે. કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે સરળ, પારદર્શક અને ઝડપી બને તે માટે કૃષિ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. "કૃષિ પ્રગતિ" નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પોતે જ પોતાના ખેતરની પાક નુકસાનીનો સર્વે કરી શકશે. કૃષિ વિભાગે આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી કોઈપણ ખેડૂત આ એપ્લિકેશનનો ઉપયોગ સરળતાથી કરી શકે.
► ખેડૂત માટેની નવી સગવડ: સ્વ-સર્વેની સુવિધા
હવે સુધી પાક નુકસાનીના સર્વે માટે સરકારી ટીમની રાહ જોવી પડતી હતી પરંતુ હવે ખેડૂત પોતાના મોબાઇલથી જ સર્વે પૂર્ણ કરી શકશે. આ પહેલથી ન માત્ર સર્વે પ્રક્રિયામાં પારદર્શિતા વધશે પરંતુ વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે.

► "કૃષિ પ્રગતિ" એપ દ્વારા સર્વે કરવાની પ્રક્રિયા
1. લોગ ઇન પ્રક્રિયા : ખેડૂતોએ સૌપ્રથમ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં “કૃષિ પ્રગતિ” એપ્લિકેશન ડાઉનલોડ કરવી રહેશે. ત્યારબાદ મોબાઇલ નંબર દાખલ કરી એપમાં લોગ ઇન કરવાનું રહેશે.
2. સર્વેની શરૂઆત : લોગ ઇન થયા પછી એપ્લિકેશનમાં આપવામાં આવેલા “પાક નુકસાની” વિકલ્પ પર જવું પડશે. ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે નંબર દાખલ કરી ખેતરની હદ (બાઉન્ડરી) ચકાસવી રહેશે.
3. લોકેશન ચકાસણી (Geo-Tagging) : સર્વે કરતા સમયે ખેડૂતને પોતાના ખેતરના 100 મીટર વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. એપ્લિકેશન જીઓ-ટેગિંગ દ્વારા ખેડૂતની હાજરીની પુષ્ટિ કરશે.
4. માહિતી ભરવી : ખેડૂતોએ પોતાના પાકનું નામ, વાવણીનો વિસ્તાર અને અન્ય જરૂરી વિગતો એપમાં દાખલ કરવી રહેશે.
5. ફોટા અપલોડ કરવાના : સર્વેના ભાગરૂપે ખેડૂતોએ બે ફોટોગ્રાફ્સ અપલોડ કરવા રહેશે (1) પ્રથમ ફોટો: આખા ખેતરનો સ્પષ્ટ દૃશ્ય દર્શાવતો અને (2) બીજો ફોટો: પાકને થયેલા ચોક્કસ નુકસાનનો નજીકથી લેવામાં આવેલ ફોટો. આ બંને ફોટા જીઓ-ટેગિંગ સાથે અપલોડ કરવા જરૂરી રહેશે.
► સર્વેની નોંધ અને લાભ
જ્યારે ખેડૂત આ તમામ પગલાં પૂર્ણ કરે છે, ત્યારે તેનું સર્વે ડેટા સીધું કૃષિ વિભાગના ડેટાબેઝમાં નોંધાઈ જાય છે. આ નવી પદ્ધતિથી હવે પાક નુકસાનની માહિતી વેલામાં વેલી, યથાર્થ રીતે અને સરળતાથી સરકાર સુધી પહોંચી શકશે.
► કૃષિ વિભાગે સર્વે અંગે ગાઇડલાઇન્સ બહાર પાડી
કૃષિ વિભાગના જણાવ્યા મુજબ આ સ્વ-સર્વે વ્યવસ્થા દ્વારા ખેડૂતને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે દરેક ખેડૂતને પોતાના ખેતરની સ્થિતિ અંગેની માહિતી આપવાની સીધી તક મળશે અને વળતર મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી અને નિષ્પક્ષ બનશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - How Krushi-Pragati Application In Gujarati : ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે ઓનલાઈન કેવી રીતે કરવો
