gujarat new cabinet ministers portfolio : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ પછી તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. સીએમ સહિત કુલ 27 મંત્રીઓ છે. કયા મંત્રીએ કયું ખાતું મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ
Gujarat New Cabinet : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ પછી તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. સીએમ સહિત કુલ 27 મંત્રીઓ છે. જેમાં 17 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. કયા મંત્રીને કયું ખાતું મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન.
1. ઋષિકેશ પટેલ : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો.
2. જીતુ વાઘાણી : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન.
3. કુંવરજી બાવળિયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ.
4. કનુ દેસાઈ : નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ.
5. નરેશ પટેલ : આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ.
6. અર્જુન મોઢવાડિયા : વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી.
7. ડૉ. પ્રદ્યુમન વાજા : સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.
8. રમણ સોલંકી : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.
1. ઈશ્વર પટેલ : પાણી પુરવઠા અને જળસંપત્તિ.
2. પ્રફુલ પાનસેરિયા : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ.
3. મનીષા વકીલ : મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા.
1. પરસોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ.
2. કાંતિલાલ અમૃતિયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર.
3. રમેશ કટારા : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન.
4. દર્શના વાઘેલા : શહેરી વિકાસ આવાસ.
5. કૌશિક વેકરિયા :કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો.
6. પ્રવીણ માળી : વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન.
7. જયરામ ગામિત : રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન.
8. ત્રિકમ છાંગા : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ.
9. કમલેશ પટેલ : નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ.
10. સંજયસિંહ મહિડા : મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ.
11. પી.સી. બરંડા : આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.
12. સ્વરૂપજી ઠાકોર : ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ.
13.રિવાબા જાડેજા : પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat New Cabinet Ministry - ગુજરાતનુંં નવું મંત્રીમંડળ વિસ્તરણ ખાતા પ્રમાણે - ક્યાં મંત્રીઓને ક્યુંં ખાતુ ફાળવાયું ?
