Virat Kohli Retirement : એવું માનવામાં આવી રહ્યું છે કે, કોહલીએ હજી સુધી RCB સાથે કોમર્શિયલ ડીલ પર હસ્તાક્ષર કર્યા નથી જેના કારણે અટકળો ઊઠી છે કે, કોહલી ટીમ છોડવા જઈ રહ્યા છે, જાણો શું છે સમગ્ર મામલો ?
Virat Kohli Retirement : IPL 2026ને લઇને ચાહકોમાં ઉત્સાહ જ જોવા મળી રહ્યો છે પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને લઇને ચાલી રહેલી અફવાઓએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોહલીએ હજી સુધી RCB સાથે કોમર્શિયલ ડીલ પર હસ્તાક્ષર કર્યા નથી જેના કારણે અટકળો ઊઠી છે કે, કોહલી ટીમ છોડવા જઈ રહ્યા છે કે પછી IPLમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી રહ્યા છે.
વિરાટ કોહલી IPLની શરૂઆતથી જ RCB સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં ફ્રેન્ચાઇઝી માટે અનેક યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેમને RCB માટે તેમની પ્રથમ અને છેલ્લી IPL મેચ રમવાનું વચન આપ્યું છે જેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ટીમ પ્રત્યે વફાદાર છે. છતાં કોમર્શિયલ ડીલ પર હસ્તાક્ષર નહીં કરવાને કારણે અફવાઓ ઊઠી રહી છે કે સંબંધોમાં કશુંક ખરાબ ચાલે છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પોતાના યુટ્યુબ ચેનલ પર આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વિરાટ કોહલી RCB છોડશે એવી શક્યતાઓ ઘણી ઓછી છે. તેમણે જણાવ્યું કે, કોહલી એ વચન આપ્યું છે કે IPLમાં માત્ર બેંગ્લોર માટે જ રમશે. તેણે કહ્યું હતું કે,તેની પ્રથમ અને છેલ્લી મેચ RCB માટે હશે અને તે પોતાના શબ્દો પરથી ક્યારેય પાછો નહીં વળે.
કૈફેનું માનવું છે કે, કોહલીનો કોમર્શિયલ ડીલ ન કરવાનો નિર્ણય એ સંકેત હોઈ શકે છે કે, RCBની માલિકી ટૂંક સમયમાં બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યવસાયિક કરારના મુદ્દા સાવધાનીએ નક્કી થાય છે-ખાસ કરીને ત્યારે જ્યારે ટીમની બિઝનેસ સ્ટ્રકચર બદલાય.
મોહમ્મદ કૈફે સ્પષ્ટ રીતે કહ્યું કે, વિરાટ કોહલી IPL ટાઇટલ જીત્યા બાદ તુરંત નિવૃત્તિ નહીં લે. તેઓ એવી મહેનત અને જવાબદારી સાથે ટીમ માટે રમે છે કે તે સફળતા પછી પણ ટૂર્નામેન્ટમાંથી તુરંત દૂર નહીં થાય.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
