• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • બોટાદમાં કડદા સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ! પોલીસની ગાડી ઊંધી વાળી, પથ્થરમારો અને ઝપાઝપીના દ્રશ્યો

બોટાદમાં કડદા સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ! પોલીસની ગાડી ઊંધી વાળી, પથ્થરમારો અને ઝપાઝપીના દ્રશ્યો

08:53 PM October 12, 2025 Gujju News Channel Share on WhatsApp

કડદા માટે હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.. ખેડૂતોએ પોલીસની કાર પર કર્યો પથ્થરમારો કર્યો હતો ,જેને પગલે પોલીસની કારના કાચ તૂટ્યા હતા.



બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે કપાસના કડદાને લઇને ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ખેડૂત પંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઇ કડદા માટે હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.. વેપારીઓ દ્વારા મનસ્વી રીતે વજનમાં કપાતથી નારાજ ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો, અને તેમણે પોલીસની કાર પર કર્યો પથ્થરમારો કર્યો હતો જેને પગલે પોલીસની કારના કાચ તૂટ્યા હતા.


► ખેડૂતોની મુખ્ય માગ : 'કડદો' બંધ થવો જોઈએ


ખેડૂતોની મુખ્ય માગ એ છે કે 'કડદો' બંધ થવો જોઈએ. ખેડૂતોનો આક્ષેપ છે કે, બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મનસ્વી રીતે કડદો (વજનમાં કપાત) કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને કપાસના વેચાણ પર મોટું નુકસાન થાય છે. આ કડદો તાત્કાલિક બંધ કરવામાં આવે. ખેડૂતો દ્વારા કડદો બંધ કરવાની માગ સાથે ગઇકાલે દિવસભર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાત્રે પણ ખેડૂતોએ વિરોધ ચાલુ રાખીને યાર્ડમાં ભજન-કીર્તન શરૂ કરતાં મામલો ગરમાયો હતો. મોડી રાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી. દરમ્યાન મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ પોલીસને ઘેરી લીધી હતી, તેમ છતાં પોલીસે ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી.


► મહાપંચાયતની પરમિશન ન મળતા ઘર્ષણ


મહત્વનું છે કે રાજુ કરપડા કિસાન સંગઠન,આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે , તેમની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયત બોલાવી હતી, પરંતુ આ મહાપંચાયતને પોલીસ તરફથી પરમિશન મળી ન હતી..જેને કારણે ખેડૂત પંચાયત આખરે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણમાં પરિણમી હતી.


► 'રાજકીય લાભ માટે યાર્ડ બદનામ કરાય છે' : APMC ચેરમેન


APMC ચેરમેન માતરિયાએ કહ્યું હતું કે, બોટાદ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું કોટન યાર્ડ છે અને માર્કેટયાર્ડ હંમેશાં ખેડૂતોના હિત માટે તત્પર રહ્યું છે. ભવિષ્યમાં જો 'કડદા' અંગે કોઈ ફરિયાદ મળશે તો આવા વેપારીઓના લાઈસન્સ તાત્કાલિક રદ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.'રાજકીય લાભ માટે યાર્ડ બદનામ કરાય છે'


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત

  • 11-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us