ભારતમાં મહેંદી કોણ લાવ્યુ? જ્યારે મહેંદી નહોંતી ત્યારે મહિલાઓ હાથમાં શેનો શણગાર કરતી ?- વાંચો
દેશભરમાં હાલ મહિલાઓ કરવા ચોથની તૈયારીઓમાં લાગી ગઈ છે. મહિલાઓ તેમના પતિની લાંબી ઉમરની કામના માટે આ વ્રત કરે છે. આ દિવસે મહિલાઓ સોળ શણગાર સજે છે અને તેમા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે તેના હાથોમાં રચાયેલી મહેંદી. હાલ મોટાભાગના શુભપ્રસંગોમાં મહિલાઓ હાથમાં મ્હેંદી લગાવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય મહેંદીનો ઉલ્લેખ નથી. મહેંદી ભારતમાં બનતી જ ન હતી. તો સૌપ્રથમ મહેંદી ભારતમાં કોણ લાવ્યુ અને હિદું મહિલાઓના શણગારમાં તેને કેવી રીતે સ્થાન મળ્યુ. આવો જાણીએ..
દેશભરમાં હાલ મહિલાઓ કરવા ચોથની તૈયારીઓમાં લાગી ગઈ છે. મહિલાઓ તેમના પતિની લાંબી ઉમરની કામના માટે આ વ્રત કરે છે. આ દિવસે મહિલાઓ સોળ શણગાર સજે છે અને તેમા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે તેના હાથોમાં રચાયેલી મહેંદી. હાલ મોટાભાગના શુભપ્રસંગોમાં મહિલાઓ હાથમાં મ્હેંદી લગાવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય મહેંદીનો ઉલ્લેખ નથી. મહેંદી ભારતમાં બનતી જ ન હતી. તો સૌપ્રથમ મહેંદી ભારતમાં કોણ લાવ્યુ અને હિદું મહિલાઓના શણગારમાં તેને કેવી રીતે સ્થાન મળ્યુ. આવો જાણીએ, હિંદુ ધર્મમાં કોઈપણ શુભપ્રસંગોમાં મહિલાઓ હાથોમાં મહેંદી લગાવે છે. ચાહે એ લગ્નપ્રસંગ હોય, ત્રીજનું વ્રત હોય, કડવા ચૌથ હોય કે છઠ્ઠ પર્વ. New Mehendi Design 2025 મહેંદીને મહિલાઓના શણગારમાં મહત્વનું સ્થાન મળ્યુ છે અને ભારતીય સંસ્કૃતિનો હિસ્સો રહી છે. જો કે મહેંદી એ ભારતીય પેદાશ નથી. તો સવાલ એ છે કે ભારતમાં મહેંદીનું ચલણ ક્યારથી શરૂ થયુ. ભારતમાં પ્રાચીન સમયમાં મહિલાઓ મહેંદીના બદલે કુમકુમ અથવા અલતાથી હાથ અને પગને શણગારથી હતી. મહેંદી ભારતમાં હતી જ નહીં. ત્યારે સવાલ એ છે કે ભારતમાં સૌપ્રથમ મહેંદી કોણ લાવ્યુ?
સોશિયલ મીડિયા પર પણ એવી ઘણી પોસ્ટ વાયરલ થાય છે જેમા કહેવાય છે કે ભારતમાં મહેંદી મોગલો લાવ્યા હતા. મોગલોના સમયમાં જ મહેંદીનું ચલણ વધ્યુ હતુ. આવો જાણીએ કે ભારતમાં મહેંદી કોણ લાવ્યુ અને મોગલોના સમયમાં મહેંદીનું ચલણ કેની રીતે વધ્યુ?
કેટલાક ઈતિહાસકારો માને છે કે મહેંદી લગાવવાની પ્રથા ભારતમાં પ્રાચીન સમયથી નથી. ભારતમાં પારંપારિક રીતે હાથ-પગને સજાવવા માટે મહિલાઓ મહાવર એટલે કે અલતાનો ઉપયોગ કરત હતી. પ્રાચીન સમયમાં સોળ શણગારમાં સિંદૂર, બિંદી, નાકની નથ, હાર, ચુડી, મંગળસૂત્ર, પાયલ, માછલી, કાજલ, માંગ ટીકા, ઝુંમર કમરબંધ, બાજુબંધ, વેણી-ગજરા, અલતા અને લાલ વસ્ત્રોનો ઉલ્લેખ મળે છે પરંતુ તેમા ક્યાંય પણ મહેંદીનો ઉલ્લેખ નથી.

કેટલાક વિદ્વાનોનું માનવુ છે કે મહેંદીનો ઉપયોગ ભારતાં પ્રાચીન સમયથી નથી થતો, તો કેટલાકનો દાવો છે કે મહેંદીના પ્રયોગનું સૌથી પ્રથમ પ્રમાણ પ્રાચીન ભારતીય ગ્રંથો અને ચિત્રોમાં મળી આવે છે. જો કે એક વાત સહમતી છે કે શરીર પર મહેંદી લગાવવાની શરૂઆત ઓછામાં ઓછી પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી. તેને લગાવવાના શરૂઆતી પ્રમાણ મિસરમાં મમીઓમાંથી મળી આવે છે. મિસરમાં મળેલા અનેક મમીના વાળથી લઈને નખ પણ મહેંદીના લાલ-ભુરા રંગથી રંગાયેલા હતા. કેટલાક એવા પ્રમાણ પણ મળ્યા છે કે ભારતમાં મહેંદીની ડિઝાઈન મુગલ કાળથી છે. તે સમયના દરેક ચિત્રોમાં મહિલાઓની આંગળીઓ હથેળીઓ પર મહેંદીની ડિઝાઈન જોવા મળે છે.
કેટલાક અન્ય વિદ્વાનો દાવો કરે છે કે શરીર પર મહેંદી લગાવવાની પ્રથા 12મી શતાબ્દીમાં મુસ્લિમો ભારત આવ્યા તે બાદ શરૂ થઈ. એ પહેલા ભારતીય મહિલાઓ મહેંદી લગાવતી ન હતી. ભારત પહેલા મ્ય પૂર્વ અને ઉત્તરી આફ્રિકામાં મહેંદી પ્રચલિત હતી. આ પ્રકારે ઈતિહાસકારોનું માનવુ છે કે 12મી સદીમાં મહેંદી મુગલો દ્વારા ભારતમાં આવી અને તેને લાવનારા સલ્તનતકાળના મુસ્લિમો હતા. મુસ્લિમ મહિલાઓ તેના હાથમાં મહેંદી લગાવતી હતી, ત્યારે આ પ્રથા એટલી પ્રચલિત ન હતી. જો કે મુગલોના આગમન બાદ ભારતમાં મહેંદીનું ચલણ ઘણુ વધ્યુ. મુગલોની રાણીઓ તેના હથેળીઓમાં મહેંદી રચતી હતી. એ સમયે મહિલાઓ મહેંદીના ઔષધીય ગુણો વિશે પણ જાણતી હતી. આથી તેનો બહોળો ઉપયોગ કરતી હતી. મુગલોની દેખાદેખીમાં હિંદુ મહિલાઓમાં પણ હાથોમાં અને ત્યારબાદ પગના શણગાર માટે મહેંદી લગાવવાનું ચલણ વધવા લાગ્યુ અને આ પ્રકારે ભારતીય ઘરોમાં પણ તે એક ટ્રેન્ડ બની ગયો.
એવા અનેક પ્રમાણો મળી આવે છે કે ભારતમાં મહેંદીની ડિઝાઈન મોગલોના આવ્યા બાદથી અસ્તિત્વમાં છે. તે સમયની દરેક પેઈન્ટીંગમાં મહિલાઓ ખાસ કરીને મહેંદ લગાવેલી આંગળીઓ અને હથેળીઓને દર્શાવવામાં આવી છે. એ બાદ તો મહેંદી ભારતીય લગ્નો દરમિયાન દુલ્હને મહેંદી લગાવવાની પ્રથા શરૂ થઈ. જે આજે પણ અકબંધ છે. આજે તો દુલ્હનના શણગારમાં મહેંદી જ સૌથી વધુ ખાસ બની ગઈ છે. આજે મહેંદી સૌદર્ય અને શણગારનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. આજે મહેંદીને શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક અનુષ્ઠાનો પણ સ્થાન મળ્યુ છે. તે શુભ, ખુશાલી, અને સુંદરતાનો પર્યાય બની ગઈ છે.
મહેંદીને અરબી ભાષામાં હિના કહેવામાં આવે છે. આના પરથી હિંદી અને અન્ય ભાષાઓમાં હિના શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. હકીકતમાં મહેંદી એક ઘટાટોપ છોડ છે. જે મૂળ તો રીતે ઉત્તરી ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ એશિયાના ઉષ્ણકટિબંધીય આબોહવામાં ઉગે છે. બાઈબલમાં આ છોડને કેંફાયર કહેવામાં આવ્યો છે. તો સંસ્કૃતમાં મેંધિકા શબ્દ થી મહેંદી શબ્દની ઉત્પતિ થઈ હોવાનું મનાય છે. લોસનિયા ઈનર્મિસ એટલે કે મહેંદીના છોડના પાનમાં લાલ -નારંગી માલીક્યૂલ લોસોન મળી આવે છે,આ તત્ત્વ જ મહેંદી ત્વચા, વાળ, અને નખને અસ્થાયી રીતે રંગે છે. લોસોન આપણી ચામડીમાં રહેલા કેરાટીન સાથે મળી જાય છે અને આથી જ તે પોતાનો રંગ સ્કિન પર છોડે છે. આ રંગ લાવવા માટે જવાબદાર તત્ત્વ હોય છે.
એક રીતે મહેંદી એક ઔષધિ પણ છે અને તેનો ઉપયોગ અલગ અલગ ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. સૌદર્ય પ્રસાધન સામગ્રીમાં તો મહેંદીનો ઉપયોગ થાય જ છે. એ ઉપરાંત દવાઓના ઉત્પાદનમાં પણ તેનો પ્રયોગ થાય છે. જાણકારોનું માનવુ છે કે મહેંદીના છોડના તમામ ભાગ જેમકે પાંદડા, ફુલ, મૂળ, ડાળી અને બીજ સુદ્ધામાં ઔષધીય ગુણો હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્ત્વ મળે છે. તેના કારણે જ તેનો ઉપયોગ પ્રસાધન સામગ્રી અને અન્ય ઉત્પાદનોને બનાવવામાં કરાય છે. સામાન્ય રીતે ચામડીને લગતી બીમારરીઓ, જેમકે ખંજવાળ, શિળસ, એલર્જી અને ઘાની સારવાર માટે મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે.
મહેંદી એક ઔષધીય વનસ્પતિ પણ છે અને તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે. મહેંદીનો ઉપયોગ કોસ્મેટિક તરીકે થાય છે અને તેનો ઉપયોગ દવાઓના ઉત્પાદનમાં પણ થાય છે. નિષ્ણાતો માને છે કે મેંદીના છોડના તમામ ભાગો, જેમાં તેના પાંદડા, ફૂલો, મૂળ, દાંડી અને બીજનો સમાવેશ થાય છે, તેમાં ઔષધીય ગુણધર્મો હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, તેથી જ તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને અન્ય ઉત્પાદનોના ઉત્પાદનમાં થાય છે. મહેંદીનો ઉપયોગ સામાન્ય રીતે ત્વચાની વિવિધ સમસ્યાઓ, જેમ કે ખંજવાળ, શિળસ, એલર્જી અને ઘા ની સારવાર માટે થાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - New Mehendi Design 2025 : Simple Mehendi Design 2025 - Easy Mehendi Design 2025 : સરળ મહેંદી ડિઝાઈન 2025 - મહેંદી ડિઝાઇન 2025 - મહેંદી ડિઝાઇન 2025 - મહેંદી ફોટા 2025 - ન્યુ મહેંદી ડિઝાઇન - મહેંદી ડિઝાઇન ફોટો ગેલેરી - સિમ્પલ મહેંદી ડિઝાઇન - નવી મહેંદી ડિઝાઇન - દુલ્હન મહેંદી ડિઝાઇન - Henna designs મહેંદી simple - સાદી મહેંદીના ફોટો - સિમ્પલ મહેંદી ડિઝાઇન - મહેંદી કી ડિઝાઇન - મહેંદી બતાવો - શાદી મહેંદી - Easy Mehendi Design Simple Front Hand - Mehendi Design Back Hand - Arabic mehendi design - mehendi design simple and easy - how to get dark mehendi stain - Full Hand New Mehndi Design - Simple Mehndi Designs
