• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 જાહેર, 6 અને 11 નવેમ્બરે મતદાન અને 14મીએ પરિણામ

Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 જાહેર, 6 અને 11 નવેમ્બરે મતદાન અને 14મીએ પરિણામ

09:53 PM October 06, 2025 Gujju News Channel Share on WhatsApp

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 જાહેર : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 બે તબક્કામાં યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, પહેલા તબક્કા માટે 6 નવેમ્બર અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે મતદાન યોજાશે. મતગણતરી અને પરિણામ 14 નવેમ્બરે જાહેર કરાશે.



Bihar Election Date Announcement : બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે  બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઇલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઑક્ટોબરના બુધવારે થશે. 24 ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.


► આ વખતે બે તબક્કામાં ચૂંટણી મતદાન થશે


બિહાર વિધાનસભા ચૂંટણી પંચના અધિકારીઓએ ગઈકાલે 5 ઑક્ટોબરના રોજ પટનાની મુલાકાત લઈ તમામ માહિતી એકત્ર કરી હતી. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં કરવાની માગ ઉઠી હતી. ભાજપ અને આરજેડી બંને પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે, ચૂંટણી બે તબક્કામાં યોજાય. અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.


► બિહારમાં કુલ 7.43 કરોડ મતદારઃ CEC


ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે. જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.


► બિહારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત


બિહાર વિધાનસભા ચૂંટણી કાર્યને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રૂપે પાર પાડવા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે 500થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની હિંસા કે અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય. ચૂંટણી પંચે રાજ્યના તમામ જિલ્લામાં સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. જે વિસ્તારોમાં પહેલાંથી તણાવ અને હિંસાની ઘટના બની છે, ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


► વિપક્ષ આવતીકાલે કરશે જાહેરાત


બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના મહાગઠબંધને બેઠકની ફાળવણી મુદ્દે વાતચીતનો દોર શરુ કરી દીધો છે. આવતીકાલે તેના પર અંતિમ નિર્ણય લે તેવી શ્કયતાઓ જણાઈ રહી છે. ગઈકાલે તેજસ્વી યાદવના નિવાસસ્થાને વિપક્ષ ગઠબંધનની બેઠક થઈ હતી. વિપક્ષના મહાગઠબંધનમાં બેઠકની ફાળવણી તેમજ નેતૃત્વ મુદ્દે આશરે પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ વિકાસશીલ ઇન્સાન પાર્ટી(વીઆઈપી)ના પ્રમુખ મુકેશ સહાનીએ દાવો કર્યો હતો કે, વાત ફાઇનલ થઈ ગઈ છે. બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે જાણકારી આપવામાં આવશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bihar Election Date Announcement 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત નજીક ડિપ્રેશન સક્રિય, આ જિલ્લાઓમાં હજુ ભારે વરસાદની આગાહી

  • 29-10-2025
  • Admin
  • આજનું રાશિફળ, 30 ઓક્ટોબર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-10-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ આનંદો! 8માં પગાર પંચને લઈ ખુશખબર, કેબિનેટે આપી ToR ને મંજૂરી
    • 28-10-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઓક્ટોબર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-10-2025
    • Gujju News Channel
  • 80 ટકા પાક પર પાણી ફરી વળ્યું! રાજ્યમાં ખેડૂતોના મોઢે આવેલો કોળ્યો છીનવાયો , જુઓ ક્યાં કેવું નુકસાન?
    • 28-10-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ઓક્ટોબર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-10-2025
    • Gujju News Channel
  • Gujarat Rain : કારતકમાં અષાઢી માહોલ, મુખ્યમંત્રી એક્શન મોડમાં, મંત્રીઓને આપ્યો તાબડતોબ આદેશ
    • 27-10-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ઓક્ટોબર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-10-2025
    • Gujju News Channel
  • હવામાન વિભાગે ભયજનક વરસાદની આગાહી કરી, આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું
    • 26-10-2025
    • Gujju News Channel
  • દિવાળી પર અયોધ્યામાં એક સાથે બે વર્લ્ડ રેકોર્ડ, લાખો દિવાથી ઝળહળી ઉઠી રામનગરી
    • 19-10-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us