• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના...

આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના...

04:28 PM July 06, 2023 admin Share on WhatsApp



ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર મુશળધાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસું સોળે કળાએ ખીલી ઊઠશે. હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે. 

► 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યું અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.  તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે. 

► માછીમારોને દરિયામાં ન જવાની સૂચના

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આગામી 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે માછીમારોએ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. 

► આ જિલ્લાઓમાં થશે આવતીકાલે ભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

gujarat weather forecast heavy rain

► 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ

આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?

  • 27-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2026
    • Gujju News Channel
  • આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’
    • 26-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us