• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિયા પડાવ્યા

ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિયા પડાવ્યા

08:58 PM October 03, 2025 Gujju News Channel Share on WhatsApp

ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી અલીગઢના વિધર્મી યુવાને વીડિયોકોલ દ્વારા કપડા ઉતરાવી સ્ક્રિનશોટ લઈ લીધા હતા અને બ્લેકમેઈલ કરીને રૂ.66 હજાર પડાવી ધમકી આપી હતી. સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડયો છે.



Surat News : સુરતમાં નોકરી કરતી 20 વર્ષીય યુવતી સાથે ચાર વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી અલીગઢના વિધર્મી યુવાને વીડિયોકોલ દ્વારા કપડા ઉતરાવી સ્ક્રિનશોટ લઈ લીધા હતા અને બ્લેકમેઈલ કરીને રૂ.66 હજાર પડાવી ધમકી આપી હતી. સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 


► ઈન્સ્ટાગ્રામથી કેળવી મિત્રતા, વીડિયો કોલમાં વાતચીત


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા પરિવારની 20 વર્ષની દિકરી સ્વીટી (નામ બદલ્યું છે) ચાર વર્ષ અગાઉ અલીગઢના મોહમંદ ઝીશાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી. માતા-પિતા અને બહેન સાથે રહેતા ઝીશાને પોતાનું ઘર અલીગઢ અને આગ્રામાં છે તેમજ પોતાની કોસ્મેટીકની દુકાન છે, તેમ કહી સ્વીટી સાથે અવારનવાર મેસેજ મારફતે વાત કરી બાદમાં મોબાઈલ નંબર માંગતા સ્વીટીએ તેને નંબર આપ્યો હતો. બાદમાં તેઓ ફોન પર વાત કરતા હતા. ત્યારબાદ ઝીશાને વીડિયો કોલ પર પણ વાત કરવાનું શરૂ કર્યું હતું.


► વીડિયો કોલમાં યુવતીના બિભત્સ સ્ક્રિનશોટ લીધા 


ઝીશાને સ્વીટીને તું મને ખુબ જ ગમે છે મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં વીડિયો કોલ ઉપર વાતચીત દરમિયાન સ્વીટી પાસે કપડાં ઉતારાવી તેના સ્ક્રિનશોટ પાડી દીધા હતા. ઝીશાન સ્વીટીને અલીગઢ અને આગ્રા મળવા માટે બોલાવતો પણ હતો. જોકે, તે ગઈ નહોતી. જ્યારે યુવતીએ ઝીશાનને લગ્ન અંગે કહેતા તેણે જાતિ પૂછી હતી. જેમાં યુવતીએ પોતાની જાતિ જણાવતા ઝીશાને તું નીચી જાતિની છે તેવું કહી લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં ઝીશાને અગાઉ પાડેલા બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. 


► ફોટા વાઈરલ કરવાની ધમકી આપી રૂ.66 હજાર પડાવ્યા


આથી ગભરાયેલી સ્વીટીએ તેના એકાઉન્ટમાં ટુકડે-ટુકડે રૂ.66 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ પણ ઝીશાન જો પૈસા નહીં આપે તો ફોટા વાઈરલ કરવાની અને કોઈને જાણ કરી તો મારી નાખવાની ધમકી આપીને તેની પાસે વધુ પૈસાની માંગણી કરતો હોય સ્વીટી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. સમગ્ર મામલે યુવતીના પરિવારને જાણ થતાં ઝીશાન વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ચોકબજાર પોલીસની એક ટીમ અલીગઢ રવાના થઇ હતી અને ઝીશાનને ઝડપી પાડ્યો હતો. 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Surat News

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us