
ગુજરાતમાં આજે અમુક જીલ્લાઓમાં વરસાદનું આગમન થયું હતું. તા. 17 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujara Weather Forecast : હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ એટલે કે નવરાત્રિ પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાયો રહેશે. ખાસ કરીને 17 સપ્ટેમ્બર બુધવારથી 20 સપ્ટેમ્બર શનિવાર સુધી, ગુજરાતના કુલ 29 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. આ એલર્ટ હેઠળ આગામી દિવસોમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, નવસારી, તાપી, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, ખેડા, મહીસાગર, ભરૂચ, આણંદ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.
બુધવારે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ વરસાદ પડતા નવરાત્રિ આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઈંચ, વાલોડમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ વલસાડના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Rain Data - Gujarat Rain Weather Forecast Update