• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...

Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...

08:45 PM September 07, 2025 Gujju News Channel Share on WhatsApp

Amreli banana farmers : અમરેલીમાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. બાગાયતી ખેતીમાં ખર્ચ સામે ભાવ ન મળતા મોટું નુકસાન થયું છે.



Amreli banana farmers : "ખેડૂતોની આવક બમણી કરીશું" - આ સરકારી દાવાઓ વચ્ચે અમરેલી જિલ્લાના કેળા ઉત્પાદક ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે. એક તરફ કેળાના પાક પાછળ પ્રતિ વીઘા રૂ. 50,000 થી રૂ. 60,000 જેટલો ખર્ચ થાય છે, તો બીજી તરફ મહેનતના ફળ રૂપે તેમને ફક્ત રૂ. 1 પ્રતિ કિલોગ્રામનો ભાવ મળી રહ્યો છે. આ ભયંકર વિસંગતતાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે.


►મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! 


અમરેલીના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં આશરે 150 થી 200 વીઘા જમીનમાં કેળાની ખેતી થાય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેળાના એક રોપાનો ભાવ રૂ. 17 જેટલો છે. આ ઉપરાંત મોંઘા ખાતર, દવાઓ અને મજૂરીનો ખર્ચ પણ ઘણો વધારે છે. આટલી મહેનત અને મોટા ખર્ચ પછી પણ જ્યારે પાક તૈયાર થાય છે, ત્યારે તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી.


amreli banana farmers suffer low prices against high costs


► બજારમાં કેળા રૂ.50-60 પ્રતિ ડઝનના ભાવે વેચાય


છ થી સાત મહિનાની અથાક મહેનત પછી પણ પાક બગડી જવાની બીકે ખેડૂતોને પોતાના કેળા ફક્ત રૂ. 1 પ્રતિ કિલોના ભાવે વેચવા મજબૂર થવું પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જે કેળા ખેડૂત પાસેથી એક રૂપિયે ખરીદાય છે, તે જ કેળા બજારમાં રૂ. 50 થી રૂ. 60 પ્રતિ ડઝનના ભાવે વેચાય છે. ખેડૂતો અને વેચાણકર્તા વચ્ચેનો આ ભાવ તફાવત 50 ગણો વધી જાય છે, જેમાં પરસેવો પાડનાર ખેડૂતને કંઈ મળતું નથી, જ્યારે કમિશન એજન્ટો બેઠા બેઠા મોટી કમાણી કરે છે.


► 'સરકારનો આવક બમણી કરવાનો દાવો સાવ ખોટો સાબિત થયો'

ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે, અને માંગ કરી છે કે આ પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવે અને કમિશન એજન્ટો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્નદાતાઓને બચાવી શકાય. ખેડૂતોએ જણાવ્યું કે સરકારનો આવક બમણી કરવાનો દાવો સાવ ખોટો સાબિત થયો છે, કારણ કે આજે તેમને સિંગલ આવક પણ મળતી નથી. આશા છે કે સરકાર આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય પગલાં ભરી ખેડૂતોને ન્યાય આપશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Amreli banana farmers - amreli banana farmers suffer low prices against high costs



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us