
GSSSB Bharti 2025 : 12 સાયન્સ પાસ ધરાવતા ઉમેદવારો માટે ગુજરાતના આરોગ્ય વિભાગમાં, સરકારી નોકરીની તક...
GSSSB X-ray technician Bharti 2025 Know How to Apply Online in Gujarati: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત એક્સ-રે ટેકનીશીયનની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો.
Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી વિભાગોમાં નોકરીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયમંત્ર હેઠળની તબીબી સેવાઓ પ્રભાગ હસ્તકની એક્સ-રે ટેકનીશીયન, વર્ગ-3 સંવર્ગની કૂલ 81 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત એક્સ-રે ટેકનીશીયન, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
કચેરી | તબીબી સેવાઓ પ્રભાગ |
પોસ્ટ | એક્સ-રે ટેકનીશીયન, વર્ગ-3 |
જગ્યા | 81 |
વય મર્યાદા | 18થી 36 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 1 સપ્ટેમ્બર 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2025 |
ક્યાં અરજી કરવી? | https://ojas.gujarat.gov.in |
GSSSB દ્વારા સરકારના શહેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની તબીબી સેવાઓ પ્રભાગ હસ્તકમાં ફાયરમેન કમ ડ્રાઈવ, વર્ગ-3 સંવર્ગની કુલ 81 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.જેની વિગતો નીચે પ્રમાણે છે.
કેટેગરી | જગ્યા |
બિન અનામત(સામાન્ય) | 32 |
આર્થિક રીતે નબળા વર્ગ | 8 |
અનુ. જાતિ | 3 |
અનુ.જન જાતિ | 17 |
સા.શૈ.પ.વર્ગ | 21 |
કુલ | 81 |
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવરોને પહેલા પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹35,400 થી ₹1,12,400 (લેવલ-6)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે.
આ પોસ્ટ ઉપર અરજી કરના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
► નોટિફિકેશન - GSSSB X-ray technician bharti 2025 notification pdfDownload
• ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
• ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
• અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
• જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
• ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી