• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

09:13 PM August 30, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટને રવિવારે સાબકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર,અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે



Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શનિવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પંચમહાલના હોલોલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.


► 29 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ


સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 29 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં હાલોલમાં 9.84 ઇંચ, ઉમરેઠમાં 4.72 ઇંચ, કડાણામાં 4.09 ઇંચ, સંતરામપુરમાં 3.98 ઇંચ, બોરસદમાં 3.07 ઇંચ, ઘોઘંબામાં 2.40 ઇંચ અને જાંબુઘોડામાં 2.10 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 88 તાલુકામાં 1 થી લઇને 40 મીમી સુધી વરસાદ નોંધાયો છે.


► હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટને રવિવારે સાબકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર,અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના અન્ય જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.


► નર્મદા ડેમ 94 ટકા ભરાયો


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,76,046 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે હાલ નર્મદા ડેમની સપાટી 136.64 મીટર પર પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ડેમ 94 ટકા ભરાયો છે. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના 15 ગેટમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us